________________
૨૮૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રથમ ભક્તિથી યુક્ત મને કરીને યુગાદીશને નમ!
શુકરાજની વાણી સાંભળીને વાયુવેગ શુકરાજની સાથે જનમંદિરમાં આવ્યો. ભક્તિથી યુગદીશને નમી સ્તુતિ કરી વંદના કરી અને જણા પદ્માવતીની તપાસ માટે મંદિરથી બહાર નીકળ્યા કે વાયુવેગે પદ્માવતીને જોઈ શકરાજને કહ્યું, “આ બાલા પદ્માવતી કે જેનું મેં હરણ કર્યું હતું !” શકરાજ પદ્માવતી અને વાયુવેગને લઈને આશ્રમમાં આવ્યું. પદ્માવતીને જોઈને ધાત્રી બહુ જ ખુશી થઈ ગઇ. શુકરાજે વાયુવેગનું સન્માન કરી પદ્માવતી અને ધાત્રીને પણ સંતોષ પમાડે. એક દિવસે શુક રાજે વિદ્યાધરને પૂછયું, “અરે મિત્ર! તમને આકાશગામિની વિદ્યા યાદ છે કે ભૂલી ગયા?”
શુકરાજના જવાબમાં વાયુવેગ બોલે, “વિદ્યા સુખપાઠે તો છે, પણ તે કામ નથી આપતી !” નિરાશ થત વાયુવેગ .
ત્યારે મને સંભળાવ!” શુકરાજે કહ્યું, વાયુવેગે કહેલી વિદ્યાને સાંભળી શુકરાજે જીનેશ્વરની દૃષ્ટિ સન્મુખ ત૫ અને જપમાં તત્પર રહીને તેને સિદ્ધ કરી; અને પછી વાયુવેગ પાસે પણ સિદ્ધ કરાવી અને જણ હવે આકાશવિહારી થયા. એકબીજા ઉપર ઉપકાર કરવાથી તે ગાઢ મિત્ર થઈ ગયા. કેટલેક કાળે વિમલાચલ તીર્થ ગયેલા ગાંગલ ગડષિ યાત્રા કરીને પોતાના આશ્રમમાં આવ્યા. શુકરાજની પાસે ગગનવિહારી વિદ્યા અને કષિ ખુશી થયા,
ગાંગિલ મુનિ આશ્રમમાં આવી ગયા પછી શુકરાજ તેમની રજા લઈને વાયુવેગ અને પદ્માવતી તેમજ તેની ધાત્રી સાથે વિમાનમાં બેસીને ચાલ્યા. ગામ, નગર, પર્વત નદી, નાળાનું નિરીક્ષણ કરતાં તેઓ ચંપાપુરીમાં આવ્યા