________________
૨૮૭
પ્રકરણ ૩૪ મું જોઈ, ત્યાંથી જ એક વિદ્યાધર તેના રૂપથી મોહિત થયેલ એને વિમાનમાં નાખી ચાલતે થયે. તે વખતે હું તે વિદ્યાધરના વિમાનને વળગી બૂમબૂમ પાડવા લાગી. દુષ્ટ વિદ્યાધરે મને વિમાનમાંથી નાખી દેવાના પ્રયત્ન કર્યો, તે આખરે અહીંયાં એણે મને વિમાનમાંથી હડસેલી દીધી ને તે આકાશમાગે પદ્માવતીને લઈને ચાલે ગયે.”
ધાત્રીની હકીકત સાંભળી શુકરાજ તેણીને આશ્વાસન આપી આશ્રમમાં તેડી લાવ્યું. ત્યાં શાંતિપૂર્વક રહેવા સમજાવી શકરાજ પદ્માવતીની તલાસ માટે આશ્રમની બહાર નીકળ્યા. કેઈકનું આકં સાંભળી ચમક્ય અને ચારે તરફ નજર કરી.
યુગાદીના પ્રાસાદની પાછળ ભૂમિ ઉપર પડેલા ને આકંદ કરતા પુરૂષનો શબ્દ સાંભળી શુકરાજ એની પાસે આવી બોલે, “કેણ છે? અને કયાંથી આવ્યા છો?”
શુકરાજના પૂછવાથી પેલે પુરૂષ બે , વૈતાઢય પર્વત ઉપર રહેલા ગગનવલલભ નગરનો વાયુવેગ નામે હું વિદ્યાધર છું. એક દિવસે વિમાનમાં બેસી મારી નગરીથી ચાલતો હું ચંપાપુરીમાં આવ્યું. ત્યાં રાજતનયાને જોઈ તેને વિમાનમાં બેસાડીને ચાલે, માર્ગમાં અહી આવતાં મારું વિમાન ખલિત થઈ ગયું. પહેલાં એક સ્ત્રી વિમાનમાંથી પડી, ત્યારપછી રાજકુમારી ને તે પછી હું પડયે; પણ એનું કારણ હું જાણતા નથી કે અમે બધાં શાથી પડી ગયાં ?”
વાયુવેગની વાણું સાંભળી શુકરાજ છે, “ આ તીર્થના પ્રભાવથી મંદિર ઉપર થઈને જતું તમારૂ વિમાન
ખલિત થઈ ગયું છે ને વિમાનમાંથી તમે બધાં પડી ગયા છે! સિવાય બીજું કારણ નથી. હે વાયુવેગ ! માટે