________________
૨૯૦
| વિક્રમચરિત્ર યાને કોટિવિજય શાનથી તને અષ્ટાપદ જતો જાણી અહીં હું તારી પાસે આવી તને સમાચાર આપું છું કે તું હવે ઝટ તા. નગરમાં જઈ તારા માતાપિતાના હર્ષનું કારણ તું થા!”
ચકેશ્વરીની વાણી સાંભળી ગદ્ગદ્ સ્વરે શુકરાજ બોલ્યા, “હે દેવી! અત્યારે તો હું અષ્ટાપદ તીર્થ ઉપર ચોવીસે જીનેશ્વરને નમસ્કાર કરવાને જાઉં છું. હવે તે એ ભગવંતને નમી-વાંદી પછી હું મારા નગર તરફ જઈશ.'
ચકેશ્વરીને એ સંદેશો કહી શુકરાજનું વિમાન આગળ ચાલ્યું, ને ત્યાંથી પાછી ફરેલી દેવીએ કનકમાલાને પુત્રના સમાચાર જણાવી સંતેષ પમાડયો.
શુકરાજ અષ્ટાપદ તીર્થ ઉપર જીનેશ્વરોને નમી, મિત્ર સહિત ગગનવલ્લભનગરમાં આવ્યો. અને વાયુવેગ તથા એના માતાપિતાની રજા લઈ, વાયુવેગા સાથે, તેને કરિયાવરમાં આપેલી સમૃદ્ધિ સાથે વિમાનમાં બેસીને ગગનવલભથી ચા અને ચંપાપુરીમાં આવી પદ્માવતીને આનંદ પમાડશે. ત્યાંથી અનુક્રમે બન્ને પ્રિયા સાથે રિદ્ધિસમૃદ્ધિ સહિત, પોતાના નગરના ઉદ્યાનમાં આવ્યું. મિત્રનું આગમન જાણુને રાજાએ માટે પ્રવેશ મહત્સવ કર્યો આમ શુકરાજ માતાપિતાના હર્ષનું કારણ થયે.
એક દિવસે શુક અને હંસની સાથે પરિવાર સહિત રાજા મૃગધ્વજ નગરીની બહાર ઉદ્યાનમાં કીડા કરવાને ગયો હતો. અકસ્માત દૂરથી કેલાહલ સાંભળી રાજાએ એક સેવકને તપાસ કરવા મૂકો . તે સેવક તપાસ કરીને આવી રાજાની આગળ કહેવા લાગ્યો કે, “ સારંગપુર નગરના વીરાંગદ નામે રાજાને સુર નામે પુત્ર હતા, તે હંસની સાથે પર્વના વેરને ધારણ કરતો ઘણું સૈન્ય સહિત યુદ્ધ કરવાને આવેલો છે; તેને આ કે વાહલ છે, કૃપાનાથ !” સેવકની