________________
૨૮૩
પ્રકરણ ૩૩ મું નાશ કરનારી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી તીવ્ર તપ કરવા માંડયું. અનેક તીવ્ર તપ કરી શ્રી દત્ત કર્મરૂપી કાદવને નાશ કરી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી. શ્રીદત કેવલી અનુક્રમે ગ્રામ, શહેર અને નગરના ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા આજે આ નગરમાં આવેલા છે, તે તમને પ્રતિબંધ કરી રહ્યા છે, તે જ હું શ્રીદત્ત કેવળી!
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव हि भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥
ભાવાર્થ –તીવ્ર રાગદ્વેષ વડે કરેલાં કર્મો કટિકા જવા છતાં પણ નાશ પામતાં નથી. જગતમાં સારૂં યા નઠારું કરેલું કર્મ અવશ્યમેવ જોગવ્યા વગર છુટી જતું નથી.
“હે શુકરાજ! તારા કરતાં મારા સંજોગે કેવા કઠીન અને દુઃખદાયક હતા? ચિત્રના ભવમાં જે ગૌરી અને ગંગા મારી પ્રિયાએ હતી તેજ આ ભવમાં મારી માતા અને પુત્રીપણે ઉત્પન્ન થઈ. અને અજ્ઞાન થકી એમની ઉપર મેં દુષ્ટ કર્મના યોગથી વિકારી પ્રીતિ ધારણ કરી સાંભળ્યું આ બધું જ સંસારનું વિચિત્ર સ્વરૂપ!
આ પરભવની હંસી અને સારસી મારી સ્ત્રીઓ હતી તે અત્યારે મારાં માતાપિતા થયાં. તેમને હું હે માતા ! હે પિતા! એમ કહીને શી રીતે બોલાવું ? ” શુકરાજે દુ:ખપૂર્વક હૃદયની વેદના કેવલી ભગવાન પાસે જાહેર કરી.
આ બધું સંસારનું નાટક છે. નટની માફક પ્રાણુઓ કર્મના નચાવ્યા નાચે છે. અરે, મેહને વશ થઈ પ્રાણી જગતમાં શું શું ચેષ્ટા નથી કરતે? અરે ! આજ ભવમાં પણ મદિરાનું પાન કરનાર મદિરાના કેફમાં માતા અગર બેનને સ્ત્રી કહીને ભેટે છે, ત્યારે સ્ત્રીને માતા કહી