________________
२९६
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય હોય, ત્યારે તિર્યએ વિવેક રહિત હેવાથી તેમનાથી ધર્મ સાધન થઈ શકતું નથી, ફક્ત મનુષ્યને જ ધર્મની સામગ્રીએ પ્રાપ્ત થઈ શકે છે, તેથી જ ધર્મ સાધન કરી શકે છે.
મોટા પ્રભાવવાળા સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરવિહાર કરતા કરતા અવંતિમાં આવ્યા. પિતાના ગુરૂને પ્રવેશ મહેસવ કરી રાજા વિક્રમાદિત્ય સૂરીશ્વરને નગરીમાં લાવ્યો અને સુરીશ્વર પાસે ધર્મોપદેશ સાંભળવા જવા લાગ્યો. સુરીધરે રાજાને પ્રતિબંધ આપતાં તેમની આગળ શત્રુંજ્યનું મહમ્ય કહેવું શરૂ કર્યું, “હે રાજન ! આ દુર્લભ નરભવને પામીને વિષયમાં લુખ્ય થયેલા મનુષ્યને મનુષ્યપણું અથવા વિવેક, શાસે સાંભળવાની ઇચ્છા અને અનુકુળતા, શ્રદ્ધા અને સંયમ એ ચાર દુર્લભ વસ્તુઓ મહાન પુણયથી મલે છે અથવા તે આ સંસારસાગરમાં મુકિત જવાની યોગ્યતાવાળાને જ તે મળી શકે છે. સંસારમાં પ્રથમ તે નરભવ જ દેહાલ છે; તેમાંય નરભવને પામીને શ્રી શત્રુંજય તીર્થને વિષે રહેલા યુગાદિ જીનેશ્વરને ભકિતથી વંદન કરવાથી અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે શત્રુ જયે જતાં સ્પર્શતાં કેટીગણું પુણ્ય થાય. ને મન વચન અને કાયાવડે ઝાષભદેવને ભેટતાં અનંતગણું ફળ થાય છે, શત્રુંજય તરફ એક એક પગલું ભરતાં પ્રાણીઓ અનેક કેટી ભવનાં પાપથી મુક્ત થાય છે. વજલેપ જેવા પાપવાળા માણસનાં પાપ અને દુ:ખ ત્યાંસુધી જ રહે છે કે જ્યાં સુધી એ પાપીઓ શત્રુંજય ઉપર જઈને બહષભદેવને ભેટયા નથી!
વધારે શું કહીએ, રાજન ! એ પુંડરિકગિરિના અપુર્વ મહિમાથી મયુર, સર્ષ, સિંહાદિક હિંસક પ્રાણી એ પણ આ પર્વત ઉપર જિનેશ્વરનાં દર્શન કરીને સ્વર્ગ