________________
૨૬૪
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય • સ્વામી ! જવા દો એ વાત ! ઘરમાં સાત કન્યાઓ પરણવા ગ્ય થઈ છે. છતાં ઘરમાં દ્રષ નથી. ખાવાપૂરતું અન્ન નથી. યુગંધરી-જુવાર પણ નથી. ધાન્યમાં નાખવા પૂરતું લવણ પણ નથી. આપણને આવું કષ્ટ છતાં રાજા શું જેઈને કીર્તિસ્તંભ કરાવે છે ? ” * બ્રાહ્મણીનાં દીન વચન સાંભળી, કૃષ્ણ પંડિત બે, હેપિયા! રાજાએ કદી પોતાના થતા નથી, છતાં લોકોની ફરજ છે કે રાજાનું હિત ઈચ્છવું જોઇએ. )
કૃષ્ણ પંડિત દીપક પ્રગટાવી નૃપની શાંતિ માટે શાંતિકર્મ કર્યું. સુંદર નિવેદ્ય, ધૂપ, દીપ, પુષ્પ, ફલ, કુલ વિગેરે લાવીને પંડિને તુંરતા તુરત શાંતિ કર્મ કરવાથી ગ્રહ છુટા થયા અને અંદર અંદર યુદ્ધ કરતા વૃષભે પણ છુટા થઈ જતા રહ્યા. વૃષભેના ગયા પછી રાજા મુશકેલીએ સ્થંભ ઉપરથી ઉતરી મકાનનું નિશાન યાદ રાખી ચા ગયો. પોતાના મહેલમાં આવીને રાજા સૂઈ ગયો, પ્રાતઃકાળ થયો ને રાજા સભામાં આવ્યું ત્યારે સેવકને તે બ્રાહ્મણને બોલાવવા માટે મોકલ્યો. પ્રાત:કાળમાં રાજસેવકોને પોતાને આંગણે જોઈ બ્રાહ્મણી ગભરાણી, “ જોયું ! સ્વામી ! આ રાજાની મહેરબાની! રાજા બેલાવીને કોણ જાણે તમને શું કરશે! રાજાના વિતની શાંતિ માટે તમે શાંતિકર્મ કર્યું, તો અત્યારમાં જ તમને પકડીને રાજા પાસે હાજર કરવાનું ફરમાન થયું!” બ્રાહ્મણએ દુઃખી દુઃખી થઈને પતિને કહ્યું,
પત્નીને ધીરજથી સમજાવી કૃષ્ણ પંડિત સેવકો સાથે રાજદરબારમાં આવે. કૃષ્ણ પંડિતને સત્કાર કરી રાજાએ પિતાની પાસે આસન આપી બેસાડી પૂછયું: “ડિતજી! કહે રાત્રીના સમયે રાજાને વિદન છે એવું તમે શી રીતે જાણ્યું ? ”