________________
ર૬ર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માંથી જીવહિંસાને નાશ કરી નાખે, એક દિવસ શાંતિ નાથ ભગવાનની પૂજા કરી સુગંધિત પુષ્પાથી અંગ રચના કરતો શિવભૂત મને હર નૈવેદ્ય પ્રભુ આગળ ધરતો, ને પ્રભુના ગુણનું સુંદર રીતે સ્તુતિ કરતે શુભ ધ્યાનમાં લીન થયે ચિત્તની એકાગ્રતા થતાં ભાવનામાં ને ભાવનામાં શિવભૂપને કૈવલ્ય-લક્ષ્મી પ્રાપ્ત થઈ. દેવતાએ આપેલા વેશને ધારણ કરતા શિવ રાજષિ પૃથ્વીને પ્રતિબંધ કરતા શિવપુરીમાં-મુક્તિમાં ગયા. એ પ્રમાણે ધર્મોપદેશ કરી સૂરિ અન્યત્ર વિહાર કરી ગયા.
સિદ્ધસેનદિવાકરસૂરિ પાસેથી પ્રતિ દિવસ એ મુજબ ધર્મનું શ્રવણ કરવાથી રાજા વિક્રમાદિત્ય મસ્તકને કંપાવતે ચમત્કાર પામ્યું; “ઓહ! લક્ષ્મી તે ત્યાગવા યોગ્ય છે. અસાર એવી લક્ષ્મીને પામી કે પુરૂષ દાનમાં વાપરી વન સફલ ન કરે?''
આમ ધર્મ તત્વને ચિંતવતે રાજા વિક્રમાદિત્ય દિન પ્રતિદિન અધિકા અધિક ધર્મને કરવા લાગે. દેશપરદેશથી આવતા લેકેને મેં માગ્યાં દાન આપવા લાગ્યા. અનેક યાચકેથી એની નગરી ઉભરાઈ જવા લાગી. વિક્રમના અપરિમિત દાનથી પૃથ્વી ઉપરથી યાચકે ધીમે ધીમે અદશ્ય થવા લાગ્યા; રાજાની સ્તુતિ કરી મનમાન્યું ઈનામ મેળવી સુખી થયા. બધીય પૃથ્વી અનૃણ થઈ ગઈ પિતાના તાબા સિવાયના બીજા અનેક દેશોમાં વિકમાદિત્યે પૃથ્વીને અનૃણી કરવા માટે મંત્રીઓને ધન આપીને મોકવ્યા. પરદેશમાં જે જે માણસેનાં જે જે ગણ-દેવાં હતાં તે બધાં મંત્રીએાએ ચુકતે કર્યા. કોઈ માણસ દેવાદાર રહ્યો નહિ.
સંવત્સરી-વાર્ષિક દાન દઈ ભગવાન વીર પ્રભુએ દીક્ષા