________________
२६८
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય : “રાજન ! આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મૃગધ્વજ નામે ન્યાયથી પ્રજાનું પાલન કરનારો એક રાજ હતો. એ રાજાને ચંદ્રવતી, મૃગાવતી પ્રમુખ અનેક રાણુઓ હતી. એકદા વસંત સમયને વિષે ઉદ્યાનપાલકના કહેવાથી વસંતના શભા માણવા માટે અંત:પુર સહિત એ અખંડિત આજ્ઞાવાળો નૃપ ઉદ્યાનમાં ગયો. વનમાં અનેક પ્રકારે કડા કરતે રાજા પ્રિયા સાથે ફરતે એક વિશાળ આમ્રવૃક્ષની નીચે આવી આરામ લેવાની ઈચ્છાએ બેઠે. આસામમાં બેઠેલ રાજા પોતાની પ્રિયાને જેતે, સામ્રાજ્યની સમૃદ્ધિને ભેગવત, મનમાં વિચાર કરવા લાગ્યો. આવી સુંદર પ્રિયાઓ અને આવી સમૃદ્ધિ વિશ્વમાં કેઇ ઠેકાણે કેઈને હશે શું? મારા જે ભાગ્યવત પુરૂષ વિધિએ બીજો સજર્યો હશે શું ? અથવા તે એવા વિચારથી શું? પૃથ્વી ઉપર ઠેકાણે ઠેકાણે કાંઇ કામલતા થતી નથી, તેવી રીતે મારા જેવું સુખ પણ જગતમાં ભાગ્યેજ કેઈ ઠેકાણે હશે. *
રાજાનાં આવાં ગવિઠપણાનાં વચન સાંભળી એ આમ્રવૃક્ષની શાખા ઉપર બેઠેલો શુક બોલે.
આહ ! જગતની તુચ્છ અને નાશવંત રિદ્ધિસમૃદ્ધિને પામીને મનુષ્ય ગાં થઈ જાય છે. અરે! ઉચે પગ રાખીને સૂતેલી ટિઢિભી, પડતાં આકાશને પોતાના પગ ઉપર ઝીલી લેવાને ફાકે જ જાણે રાખતી હેય ને શુ?”
શુકની વાણી સાંભળીને રાજા મનમાં વિચાર કરવા લાગ્યો, “આ શુકે અને ગો ત્યાગવાને ઉપદેશ શા માટે આ ! 59
શુકને ઉપદેશ છતાંય રાજા ગવ રહિત થયે નહિ. ત્યારે શુક રાજાને ઉદ્દેશીને બોલ્યો, “હે રાજન! તમારા