________________
૨૭૭
પ્રકરણ ૩૩ મું ત્યાંથી રવાને થયા માર્ગમાં એક પિટી સમુદ્રમાં તરતી તેમના તરફ આવતી જતાં બંને જણે અધેઅર્ધ વહેંચી લેવાની શરતે તે પેટી ખલાસીઓ પાસે પકડાવી વહાણમાં લેવડાવી. બન્ને જણે પેટી ઉઘાડીને જોયું તે લીબડાના પાંદડામાં પડેલી એક કન્યાને જોઈ. નીલવર્ણવાળી તે કન્યાને જોઈ, સપના દંશથી આ કન્યા પેટીમાં મુકોને સમુદ્રમાગે કેઈએ આ પેટીને રવાના કરી છે એ નિશ્ચય કરી શંખદત્તે તે કન્યાને માત્ર વડે પવિત્ર કરેલું જળ છાંટી સજીવન કરી, સ્વરૂપ વાન એવી એ કન્યાને જોઈ બને જણે એને પ્રાપ્ત કરવાને લડવા તૈયાર થયા. વહાણમાં રહેલા બીજા પુરૂષાએ એમને યુદ્ધ કરતા અટકાવી સમજાવ્યું કે, “બે દિવસ પછી આપણે સ્વર્ણકુળ નામના નગરે પહોંચી જઈશું. ત્યાંને રાજા તમારે ન્યાય કરે ત્યાં સુધી તમારે નહિ લડતાં થોભી જવું.”
તેમની સલાહ અંગીકાર કરી અને મિત્રો મૌન થયા. સમુદ્રમાં પ્રયાણ કરતાં શ્રીદત્ત વિશ્વાસ પમાડીને શખદત્તને સમુદ્રમાં નાખી દીધા ને ઉપરથી મિત્રના અકસ્માત મરણને વિલાપ કરતાં, લોકેએ સમજાવી તેને શાંત કર્યો. બધી મિલકતના વહાણે સાથે શ્રીદત્ત સ્વર્ણકુળના કાંઠે આવે. નગરમાં આવી ધન ભૂપતિની આગળ ભેટશું કરી રાજાને પ્રસન્ન કર્યો. વહાણમાંથી ધનમાલ વિગેરે લાવી નગરમાં એક મકાન ભાડે રાખીને ત્યાં રહી વ્યાપાર કરવા લાગ્યા. પેલી પેટીવાળી કન્યાને પરણવાને આતુર થયેલા શ્રીદત્ત શુભમુહુર્ત પણ જોવડાવ્યું, ને લગ્ન માટે અનેક પ્રકારે તૈયારી કરવા લાગ્યું. એક દિવસે રાજસભામાં રાજાની ચામરધારિણુને જોઈ મેહ પામેલે શ્રીદત્ત પચાસ મહેર આપીને તેને પિતાની સાથે તેડી ગયો. શ્રીદત્ત કન્યા અને ચામરધારિણે સ્વર્ણરેખાની સાથે રથમાં બેસીને નગરીની બહાર