________________
પ્રકરણ ૩૨ મું
અંત પુસ્ની આ રાણુઓમાં તમે લેભાઇ આસક્ત થઈ ગયા છો, ત્યારે ગાંગિલ ષિની મનહર લાવણ્યવતી પુત્રી કનકમાલાને જુઓ તો પછી તમારું શું થાય? તમારે એક વખત તેણુને જેવી છે? જોવી હોય તે ચાલો મારી પાછળ ! એમ કહીને શુકે ઉડવા માંડ્યું. શુકની વાત સાંભળી ના પામેલે રાજા વાયુવેગ નામના ઘોડા ઉપર વાર થઈ અમાત્યને રાજ્ય ભળાવી શુકની પછવાડે રાડો.
શુકની પછવાડે અશ્વને દોડાવતે રાજા સે જોજન ભૂમિને ઓળંગી ગયો, ત્યારે રાજાએ મહા અટવીમાં એક સુવર્ણકલશથી શોભતું મનેર પતાકાવાળું ચેત્ય જોયું. તેના શિખર ઉપર બેસીને શુ બોલ્યો; “હે રાજન ! આ મંદિરમાં રહેલા યુગદિશ બદષભદેવ ભગવાનને નમે ! ” રાજા ઘોડા ઉપર રહ્યો થકે જીનેશ્વરને નમે રાજાની આ રીતથી શુક દેવળમાં આવી છનેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. તેની પાછળ રાજા પણ અશ્વ ઉપરથી ઉતરી જનમંદિરમાં આવી ઋષભદેવની સ્તુતિ કરી નમે.
૨ જાના સુંદર રાગથી થતી સ્તુતિ મંદિરની પાસેના આશ્રમમાં રહેલા ગાંગિલ ઋષિએ સાંભળી. તે સ્તુતિથી આશ્ચર્ય પામેલા ગાંગિલ ઋષિ જીનમંદિરમાં આવ્યા. જીનેશ્વરના ભક્તિ-સ્તુતિ કરીને રાજા સાથે તે બહાર આવ્યા. પછી રાજાને પિતાના આશ્રમમાં તેડી લાવ્યા. ખાન પાનથી રાજાની ભકિત કરી ઋષિએ કનકમાલા પુત્રી રાજાને પરણાવી. કેટલાક દિવસ ત્યાં રહ્યા પછી રાજા કનકમાલા સાથે વાયુવેગ ઉપર સવાર થઈ પાતાની નગરી તરફ જવાને રવાના થશે. પિતાની નગરીને રસ્તે ન મળવાથી માર્ગમાં રાજા મુંઝાયે, જેથી પલ શુ હાજર થયે, તેની પછવાડે ચાલતાં નગરીના સીમાડે આવીને શુક અટકી ગયો.