________________
૨૭ર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રાજારાણ પુત્રને લઈને ઉદ્યાનની શોભામાં રમવાને ગયાં, ઉદ્યાનની શેભા-લીલાને નીરખતાં પેલા આમ્રવૃક્ષતળે આવ્યા. ત્યાં આરામને માટે બેઠેલાં તેઓ વાત કરવા લાગ્યાં. તે વખતે શુકરાજ રાજાના ઉસંગમાં રમત હતે.
“હેપ્રિયે! આજ આંબાના વૃક્ષ નીચે બેઠેલા મને, એક શુક, તારા સૌન્દર્યની વાત કરીને તા પિતાના આશ્રમે તેડી ગયે ને આપણે ત્યાં મેલાપ થયે. તારા પિતાએ તેને મારી સાથે પરણાવી એટલે એ શુક આપણને અહીં તેડી લાવ્યા. ને રાજ પણ એણે અપાવ્યું ” એ રીતે રાજા મૃગવજે ગઇ વાતનું સમરણ તાજી કરવા માંડયું. પણ ત્યાં તે એક આ શ્ચર્ય થયું. એ વાતને સાંભળતાં પેલે નાનકડા શુકરાજ મૂચ્છિત થઈ ગયે. અનેક ઉપચાર કરી બાલક શુકરાજને સાવધ તે કર્યો. પણ પિતે જે કાંઈ કાલું ઘેલું બેલતા હતા તે બોલતે પણ બંધ થઈ ગયો, એને બોલાવવા માટે અનેક ઉપચાર કર્યો, પણ વ્યર્થ. પુત્રના મુંગાપણુથી રાજારાણું શેક કરવા લાગ્યાં. એ રીતે અનુકમે છ માસ વહી ગયા,
શ્રી દત્ત મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાની વધામણી આવવાથી રાજા મૃગધ્વજ પરિવાર સહિત કેવલી ભગવાનને વાંદવાને આવ્યું. કેવલજ્ઞાની ભગવાન શ્રીદત્ત મુનિરાજની અમૃતમય દેશના સાંભળીને, દેશનાને અંતે રાજાએ પુત્રને મુંગા થવાનું કારણ પૂછયું.
હે રાજન ! તમારે પુત્ર હનણું જરૂર બોલશે. } કેવલી ભગવાન શુકરાજ તરફ જોઈને બોલ્યા, “હે શુકજ! અમને વિધિ સહિત વંદના કર ?? ગુરૂના આદેશથી શુકરાજ વંદનના સૂત્રેના સ્પષ્ટ ઉચ્ચાર કરતો ગુરરાજને વંદન કરવા લાગ્યો, શકરાજની ઉચ્ચાર સહિત વંદનાથી રાજા સહિત બધા આશ્ચર્ય પામ્યા.