________________
ક્રિમચરિત્ર યાને ઐટિલ વિજય ઉપચારથી બાળા સુકુમારીને હેશિયાર કરી, બાળા રૂદન વિલાપ કરવા લાગી. પ્રિયતમના દર્શનની આતુર, વિરહથી
વ્યાકુળ, ચિત્તવાળી બાળા કલ્પાંત કરવા લાગી. એનાં માતાપિતા આવી પહોંચ્યાં. એના પતિના ચાલ્યા જવાની વાતની તેમને ખબર પડતાં તેઓ પણ દુઃખી થયાં, પુત્રીના દુઃખમાં ભાગીદાર થયાં. પુત્રીને ગર્ભવતી જાણુ માતાપિતા એક રીતે ખુશી પણ થયાં. બાળાને શિખામણની વાત કહી માતાએ સમજાવી, “અરે પુત્રી ! ખેદ શા માટે કરે છે? તારે પતિ જરૂર પાછો આવશે. પોતાને સ્થાનકે કદાચ ગયો. હશે તો પણ તે જરૂર તને તેડવાને તે આવશે જ.”
અરે પણ એમને પોતાને ઘેર અગર પોતાની ભૂમિ તરફ જવું તું, તે મને કહીને ગયા હેત તે મને દુઃખ જ ન થાત! )
તેથી શું? પુરૂષે વારે વારે કાંઇ સ્ત્રીઓને પૂછીને કામ કરતા હશે? ન પૂછયું તેથી કાંઈ ગભરાવાનું તારે કારણ નથી, દીકરી ! ” માતાએ દિલાસે આપવા માંડશે.
“ખરી વાત છે. ગયા તે ભલે ગયા, તેમાં આટલી બધી વ્યાકુળતા શી, બાઈ?” એક સખી માતાના વચનની પાદપૂતિ કરી અનુમતિ આપી.
“તમો બધાં કહે, પણ મારું મન માનતું નથી. મારા પતિ હવે જરૂર અહીં નહિ આવે. એ ગયા તે ગયા, કયાં ગયા તેના સ્થાનકની પણ હવે કેણ ખબર લાવે? »
એના સ્થાનકની ખબર પણ કેણ જાણે છે? એ તે દેવ છે કે માનવ કે વિદ્યાધર? એનીય ખબર નથી તો પછી.
સ્થાનકની ખબર ક્યાંથી પડે, દીકરી?' શાલિવાહન-એના પિતાએ પુત્રીનું મન મનાવવા માંડયું.
મા! મારું શું થશે?” સુકુમારીનું હૈયું ભરાઈ.