________________
પ્રકરણ ૧૯ મું
૧૬૯ હવે આ અગ્નિકુંડ પાછળ પ્રદક્ષિણ ફરે કે જેથી મારી વિઘા સિદ્ધ થાય !”
એ શી રીતે બની શકે ? પહેલાં તમે ફરે, તમારી પછવાડે હું ફરું છું!” સજાએ સાવધાન થતાં કહ્યું,
ઠીક, ચાલે મારી સાથે!” તક મળતાં આ ગી રજાને અગ્નિકુંડમાં હેમવાનો વિચાર કરતા રાજાની સાથે પ્રદક્ષિણા ફરવા લાગ્યો. પ્રદક્ષિણા કરતો ગી રાજાને ઉંચકીને અગ્નિકુંડમાં નાખવા જાય છે તેવો જ રાજાએ તેને ઉપાડીને અગ્નિકુંડમાં ફેંકી દીધો અગ્નિકુંડમાં પડતાંની સાથે જ રોગી મરીને સુવર્ણ પુરૂષ થઈ ગયે
એ સુવર્ણનરના અધિષ્ઠાયક ગાંગેય દેવે તરતજ પ્રત્યક્ષ થઈને એ સુવર્ણ પુરૂષના પ્રભાવનું વર્ણન કર્યું, “હે સાત્વિક! હે સાહસિક ! તારા સવપણાથી જ આ સુવર્ણ પુરૂષ તને પ્રાપ્ત થયા છે. મોટા ભાગ્ય વગર આ સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ જગતમાં કઈને થતી નથી. આ સુવણુ પુરૂષને પ્રભાવ અદ્દભુત છે. આખા દિવસમાં એનાં ગમે તેટલાં અંગ છેદનભેદન કર્યા હોય છતાં બીજા દિવસની પ્રભાતે પાછો તે અક્ષત થઈ જાય છે, ને કાયમ આ પ્રમાણે જ રહે છે. હું એને અંધિષ્ઠાયક દેવ છું. તે મારા પ્રભાવથી જગતનાં દારિદ્ર દૂર કરી તું પરદુ:ખભંજન થા!? આમ કહી અધિષ્ઠાયક તરતજ અદશ્ય થઈ ગયે.એના પ્રભાવને વિચાર કરતો રાજા ત્યાંજ ઉભે હતો. “ખચિત, આ બધોય પ્રભાવ પરભવમાં કરેલી શુભ કરણીને છે ક્યાં ભેગીને ક્યાં હું ? “રામનું વન ભરતને ફળ્યું એ મુજબ અથાગ મહેનત કરી સુવર્ણ પુરૂષ મેળવવાનો પ્રયત્ન કરનાર ગીપિતે જ ભેગી કીટીને સુવર્ણ પુરૂષ બની ગયે, ને ભાગ્યો મારાજ કામમાં આવી ગયે. તે શું ધમ વગર આ બધું