________________
૨૩૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માત્ર જીવતે રહ્યો; બાકી તે લોભથી માણસ શું શું પાપ નથી કરતે ?
વેદ્ય બનેલ વિક્રમચરિત્ર ધીવરનો ઉપકાર માનતે પોતાની પાસે જે કાંઈ આભૂષણ હતું તે ધીવરને આપી દઈ ત્યાંથી આગળ ચાલ્યા. પિતાની ભાગ્યની પરીક્ષા કરતે તે અવંતીના સીમાડે આવ્યું. પણ આવી તંગ હાલતમાં પિતાની પાસે જવું ઠીક ન જણાયાથી તે અવ તીમાં એક માળીને ત્યાં રહ્યો, ને ભીમના આવાગમનની રાહ જોવા લાગે ! માળી તેને એક સામાન્ય વેદ્ય તરીકે જ જાણત હતો; કારણકે માણસે સમયને આધીન થવું જ જોઈએ. એક વખતનો પરાક્રમી આજે સમયને માન આપી પોતાની જાતને છુપાવી તે વૈદ્ય તરીકે ઓળખાવા લાગે; વિધિ હવે શું શું નાટક કરે છે તેને તમાસો જોવા લાગ્યો. એના મનમાં તે હતું જ કે, “જીવતો નર ભદ્રા પામે
પ્રકરણ ૨૮ મું
વતનમાં संपदि यस्य न हर्षी विपदिविषादो रणे च धीरत्वम् । ते भुवनत्रय तिलक, जनयति जननी सुत विरलम् ॥
ભાવાથ–સંપત્તિમાં જેને હર્ષ નથી તેમજ દુ:ખમાં જે ગભરાઈ જતો નથી, અને યુદ્ધને વિષે નહિ ગભરાતાં ધીરજથી શત્રુઓનો સામનો કરે છે; એવા ત્રણ ભુવનમાં તિલક સમાન વિરલા પુત્રને કઈક જ માતા જન્મ આપે છે.
સાગરની લહેરેની હવા ખાતે તે મનમાં અનેક સુખ સ્વપ્નાંઓને નિહાળતે, ઉપકાર ઉપર અપકાર કરનારે ભયંકર ભીમ સમુદ્રની મુસાફરી કરતો અવંતી તરફ જલ્દીથી આવતો હતો.