________________
પ્રકરણ ૨૯ મું રસ્તુતિ કરો!”
રાજન ! હજી હું કહું છું કે રહેવા દે ! જરૂર આ શિવલિંગ ફાટી જશે! મારી સ્તુતિના તાપથી બળી ભસ્મ થઈ જશે !”
નહિ અમારે એ જોવું જ છે. મારા મંત્રીઓને આ બધા ભલે એ આશ્ચર્ય જુએ!” રાજાના હઠાગ્રહથી અવધુત ઉભા થયા અને મનને પવિત્ર કરી હાથ જોડી ભગવાન તરફ દષ્ટિ સ્થિર કરી, સ્તુતિ કરવી શરૂ કરી વીર ભગવાનની સ્તુતિ કર્યા પછી કલ્યાણ મંદિરની એક પછી એક નવીન ગાથાઓ ગીર્વાણ (સંસ્કૃત) ભાષામાં અવધુતના મુખમાંથી નીકળવી શરૂ થઇ, જેમ જેમ ગાથાઓ પ્રગટ થતી ગઈ તેમ તેમ તેના આશ્ચર્ય વચ્ચે અસંભવિત ઘટનાઓ બનતી ગઈ,
શિવલિંગમાં એક મોટા ધડાકે થયે ને રાજા વિગેરે સર્વેની છાતી બેસી ગઈ. ધડાકાની સાથે જ શિવલિંગ કંપાયમાન થઈને કંપવા લાગ્યું ને લિંગમાંથી ધુમાડા નીકળવા શરૂ થયા, જવાળાઓ પ્રગટ થઈ, શિવલિંગના બે કટકા થઈ ગયા અને ભેયમાંથી ફણા સહિત પાશ્વનાથની અદ્દભુત પ્રતિમા ધરણેની સહાયથી ત્યાં પ્રગટ થઈ
. શિવલિંગને બદલે શિવલિંગ ફાટીને તેમાંથી જમી. નના ભૂગર્ભમાંથી નીકળી પૃથ્વીથી બે હાથ અધ્ધર રહેલા અને ઘણું દ્ર-પદ્માવતીથી સેવાતા આ અદભુત ભગવાનને જેઠ વિક્રમ સહિત સર્વે આશ્ચર્ય પામ્યા છતાં મસ્તક કપાવવા લાગ્યા, અને શાંતરસમાં ગરકાવ થઈ ગયા. ભગવાનના પ્રગટ થયા પછી થેડીકવારે અવધુતે ભગવાનની સ્તુતિ પૂરી કરવા કલ્યાણ મંદિરની અડતાલીશ ગાથાઓ બનાવી તે કલેકેથી પ્રભુની સ્તુતિ કરી.