________________
૨૫૮
વિક્રમચરિત્ર યાને કોટિવ્યવિજય જાણુ પ્રજા પણ પોતપોતાની શક્તિ પ્રમાણે તપ કરવા લાગી; કારણકે છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરવાથી ભગવાન ગૌતમ ગણધરને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઇ, સાઠ હજાર વર્ષ પર્યત આયંબિલની તપસ્યા કરનારાં સુંદરી કુમારી કોના આશ્ચર્યને ઉત્પન્ન નથી કરતાં! સાતે ક્ષેત્રમાં પુષ્કળ ધન વાપરી સુંદર નામના પુત્રને રાજ્યારૂઢ કરી તેજપુંજે દીક્ષા ગ્રહણ કરી. તપ કરતાં કેવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરી મુકિતની વરમાળા મેળવી. એવું તપ કરવામાં કેને પ્રીતિ ન હોય?
ભાવનાનું સ્વરૂપ પણ ભવ્ય છે. શિવભૂપની માફક ભાવના ભવનો નાશ કરી શિવવધુને હાથ મેળવી આપે છે, આશ્ચર્ય કરનારૂં શિવરાજાનું દષ્ટાંત હે ભવ્યું ! તમે સાંભળો, - વર્ધમાનપુર નગરમાં શુરરાજાને પદ્માવતી પ્રિયા થકી શિવ નામે પુત્ર થયે, યૌવન વયમાં શ્રીપુર નગરના ધીર રાજાની કુંવરી શ્રીમતી સાથે શિવકુમારને પરણાવી રાજગાદી ઉપર બેસાડી રાજાએ પોતાનું આત્મકલ્યાણ સાધ્યું, શિવભુપાળ પ્રજાને સારી રીતે પાળી રાજ્ય કરતાં હતાં, એક દિવસે ચરપુરૂષે આવીને કહ્યું કે, “ હે મહારાજ ! હરિપુર નગરને વીર રાજા આપણુ પ્રજાને હેરાન કરે છે માટે ગરીબ પ્રજાનું રક્ષણ કરે! '
ચરપુરૂષની વાત સાંભળી શિવરાજા લશ્કર લઇને ધીરની સામે ગયો. ધીર પણ એની સામે આવ્યું. બન્ને રાજાએ જીવ ઉપર આવીને લડયા. યુદ્ધમાં શિવરાજાએ વીરને પકડીને બાંધી લીધે. ઘરરાજાએ પોતાની પુત્રી શિવરાજાને પરણાવી. તેની આજ્ઞા અંગીકાર કરવાથી શિવરાજાએ પોતાની આજ્ઞા મનાવી ઘીરને એનું રાજ્ય