________________
૨૫૬
વિક્રમચરિત્ર યાને ટિવિજય તપ જગતની સમૃદ્ધિઓને ખેંચી લાવે છે. એના ઉપર તેજપુજનું દ્રષ્ટાંત જાણવા જેવું છે. ચંદ્રપુર નગરમાં ચંદ્રસેન રાજાને ચંદ્રાવતી રાણીથી તેજપુંજ નામે પુત્ર ઉત્પન્ન થયે, યુવાવસ્થા આવતાં તે સકલ શસ્ત્ર અને શાસ્ત્રવિદ્યામાં પારગામી થયો. છતશત્રુ રાજાની પુત્રી રૂપસુંદરી સાથે તેજપુંજને પરણાવ્યું. પછી કવચધારી યોગ્ય તેજપુંજને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી રાજાએ રાણી સાથે આત્મકલ્યાણ સિદ્ધ કર્યું. તેજપુંજે પણ રાજગાદીએ આવ્યા પછી બીજા અનેક દેશે જીતીને રાજ્યમાં વધારો કર્યો. એક દિવસે ધર્મઘોષસૂરિને નગરી બહાર ઉદ્યાનમાં આવેલા જાણી તેમની પાસે ધર્મ સાંભળવા ગયે, વિધિપૂર્વક ધર્મ સાંભળીને તેજપુંજ રાજાએ ગુરૂને પૂછયું, “હે ભગવન! પૂર્વે મેં શું પુણ્ય કરેલું હશે કે આ ભવમાં મેટી સમૃદ્ધિવાળું રાજ્ય પામે?” ગુરૂ બોલ્યા, “હે રાજન ! સાવધાન થઇને સાંભળ! શ્રીપુરનગરમાં કમલ નામને દરિકી વણિક રહેતો હતો. તેને કમલા નામે પત્ની હતી. તેમને ત્રણ પુત્રીઓ અનુક્રમે વિવાહ યોગ્ય થઇ, પણ ધન વગર પરણાવવી શી રીતે ? એ ચિંતામાં કમલ અતિ દુઃખી રહેવા લાગ્યા. છતાં કમલે મહાટે ત્રણ કન્યાઓને પરણવી, એક દિવસ ગુરૂ પાસે કમલ ધર્મ સાંભળવા ગ. સર્વાની ભક્તિ કરવી, તેમના રચેલા સિદ્ધાંતને સાંભળવાની અભિલાષા અને ગુરૂની સેવા એ મનુષ્યજીવનનું ફલ છે; તેમજ ધર્મનું ચાર પ્રકારનું સ્વરૂપ ગુરૂએ કહી સંભળાવ્યું. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ સાંભળી કમલા બે , “હે ભગવન્! લક્ષ્મી વગર દાન થઇ શકે નહિ, કારણ કે હું છું દરીને અવતાર !”