________________
૨૫૪
વિક્રમચરિત્ર યાને ઊૌટિલ્યવિજ્ય દાનને નંબર પહેલે છે. દાનની માફકજ શિયળનો મહિમા પણ ન વર્ણવી શકાય તેવો છેશીલવ્રતધારીને દેવતાઓ પણ નમે છે. સહેજે સહેજે તે ભવસાગર તરે છે. એની ઉપર હેમવતીનું દષ્ટાંત સાંભળનારને તાદશ્ય લાગણું ઉત્પન્ન કરે છે.
લક્ષ્મીપુર નગરમાં વીર નામે રાજાને હેમવતી નામે પત્ની હતી. વસંતઋતુના સમયમાં ધીરરાજા એક દિવસે હેમવતીને લઈ ઉદ્યાનમાં કીડા કરવાને ગયે દેવગે તે સમયે અમિતગતિ નામને વિદ્યાધર આકાશમાગે ત્યાં થઈને જતો હતોતેને હેમવતીની અપૂર્વ કાંતિ જે, એના દિવ્ય સ્વરૂપમાં મોહ પામી હેમવતીને ઉપાડીને ચાલતો થયે. વીરરાજાએ ઘણું ફાંફાં માર્યા, પણ આકાશગામી વિદ્યાધરને તે શું કરી શકે?
અમિતગતિ વિદ્યાધર હેમવતીને વૈતાઢય પર્વત ઉપર લઈ ગયો અને ત્યાંથી તેણીને લઈને પોતાની રત્નાવતી નગરીમાં આવ્યો. સાતભૂમિકાવાળા રત્નમય મંદિરમાં હેમવતીને રાખી, અનેક લાલચેમાં એને લલચાવવા પ્રયત્ન કર્યો અને કહેવા લાગ્યું કે, “ હે સુંદરી ! મને અંગીકાર કરી સુખી થા?”
પણ હેમવતીએ તેનું વચન અંગિકાર કર્યું નહિ. જેથી વિદ્યાધરે બહુ જબરાઈવાપરવા માંડી. “અરે ! તું નહિ સમજીશ તે બલાત્કારે તારા શિયલને હું ભ્રષ્ટ કરીશ. સમજાવી નહિ સમજીશ તે ઠેકર ખાઈશ ત્યારે સમજીશ. અહીં તને કેણ બચાવનાર છે વાર!”
વિદ્યાધરની ક્રૂર વાણું સાંભળી હેમવતી ગળે ફાંસો આવા લાગી, પણ એ ફુલના હાર જેવો થઈ ગયે. બીજા અનેક શસ્ત્રોથી તે આપઘાત કરવા લાગી, પણ એના