________________
રપર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પ્રતિદિવસ સિદ્ધસેન દિવાકર સૂરિને ઉપદેશ સાંભળીને રાજનું ધર્મરૂપીવૃક્ષ પુષ્ટ થતું ગયું. સૂરિએ હમેશ ઉપદેશ આપતાં આપતાં રાજાની આગળ દાન, શિયળ, તપ અને ભાવ એ ધર્મના ચાર ભેદનું વર્ણન કરવા માંડયું. એક દિવસે વ્યાખ્યાનમાં સભા અને રાજાની આગળ ધર્મોના ભેદનું વર્ણન ચાલતાં દાનની શરૂઆત કરતાં સૂરિએ કહ્યું, હે રાજન ! મેક્ષને આપવાવાળું દાન છે, એમ જીનેશ્વરોએ કહેલું છે. દાનથી કિતિ તેમ જ યશ ફેલાય છે. વૈરી પણ દાનથી વશ થાય છે. આગળ વધીને ધન સાર્થવાહના ભવમાં સાધુને વૃતનું દાન કરવાથી એ ધન સાર્થવાહ ત્રણ લેકોને પૂજવા યોગ્ય પ્રથમ તિર્થંકર શ્રીષભ જીનેશ્વર થયા. પારેવાને જીવ બચાવી પિતાનું બલિદાન કરનાર પરંપરાએ બન્ને મહાન પદવીઓ પામી ચકવતી અને તિર્થંકર શાંતિનાથ થયા માપવાસી મુનીએ ક્ષીરનું દાન કરનાર ગેવાળ શાલીભદ્ર થયા. જગતમાં દાન એ તે અદભુતજ છે. જેના પ્રભાવથી પ્રાણીઓ ભવસાગર તરી જાય છે અભયદાન અને સુપાત્રદાન એ બને તે મોક્ષને આપનાર છે. તેથી પિતાની જાતે કરેલું દાન જરૂર ફલદાયક થાય છે. બાકી તો બીજાએ કરેલું અથવા તે પોતાના પછી થતાં દાનનો લાભ તે મળે કે ના મળે એ સંશય પડતી વાત છે. માટે દાનનો લાભ તો જાતે જ મેળવો. તીર્થંકરો પણ ભાગવતી દીક્ષા લેતા પહેલાં એક વરસ લગી વરસીદાન આપે છે, અને તે પછી દીક્ષાને વ્રણ કરી મેક્ષ પામે છે. માટે દાન કરેલું કેઇનું પણ વ્યર્થ જતું નથી. શંખરાજા અને રૂપવતી એ દાનના મહિમાથી પિતાનું આત્મકલ્યાણ સાધ્યું હતું.
એક દિવસ શંખપુર નગરમાં શંખરાજાના ભંડારમાંથી