________________
પ્રકરણ ૨૯ મું
૨૪૫ ભવ્ય મંદિર આગળ આવી મધ્યરાત્રીને સમયે એ બંધ મદિરમાં દિવ્યશક્તિથી પ્રવેશ કરી શિવના લિંગ પાસે આવી, શિવલિંગ નીચે રહેલા પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી; પછી શિવલિંગ સામે પોતાના બને ચરણ રાખીને સૂર્યોદયની રાહ જોતા સ્થિર થઇને તે સૂઈ રહ્યા.
એ ભવ્યરાત્રી પરિપૂર્ણ થઇને પ્રાતઃકાળનું મંગલમય પ્રભાત જગત ઉપર અનેરી ભાત પાડતું પ્રગટ થયું મહાકાળમંદિરને પૂજારી શિવલિંગની પૂજા કરવા માટે આવી પહોંચે. મંદિરનાં દ્વાર ઉઘાડતાં પૂજારીએ અનુક્રમે શિવલિંગના ગભારાનાં દ્વાર પણ ઉઘાડી નાખ્યાં, તે શિવલિંગની સામે પગ રાખી સૂતેલા કેઈ અવધુતને જોઈ પૂજારી ચમક્યો, “ અરે ! અરે! ભગવાનની આશાતના કરે છે ? ઉઠ! ઉઠ! ગી–સંન્યાસી ! કેણ છે ઉઠ?” પૂજારીએ ઘાંટા પાડવા છતાં અવધુતને તે સાંભળવાની ફુરસદ કયાં હતી? પૂજારી બૂમો પાડી થાક, અરે, સવારના પહેરમાં આ શું આફત? ” વિચારતો તે રાજસભામાં દેડ, અને રાજાની આગળ તે હકીકત નિવેદન કરી. “ઓહ! અવધુત! જોગી છતાં શિવલિંગ સામે ચરણ? » આશ્ચર્ય ચકિત થતા રજાએ સેવકેને આજ્ઞા આપી પૂજારી સાથે મોકલ્યા. રાજસેવકેની સાથે પૂજારી મહાકાળના મંદિરમાં આવ્યો.
રાજસેવકોએ મંદિરમાં પ્રવેશ કરી શિવલિંગ પાસે આવી એ સૂતેલા અવધુતને ઉઠડવાને બૂમ પાડી. વારંવાર બૂમ પાડવા છતાં અવધુતના કાને તે નહિ સંભબાવાથી રાજસેવકેએ અવધુતને ઉંચકીને બહાર ફેંકી દેવા વિચાર કર્યો. ચારે કેર અવધુત ની આજુબાજુ ફરી વળી અવધુતને ઉપાડવા માંડે, પણ આશ્ચર્ય! પથ્થરની