________________
ર૪૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય “શું વિદ્ય એ જ રાજકુમાર હિતે? ” તેને આશ્ચર્યમાં જ રહેવા દઈ રાજા પુત્રને ભેટી તરતજ તેની સાથે રાજમહેલમાં આ. વિક્રમચરિત્રે માતાઓને નમી પ્રિયા સુભદ્રા, રૂપકુમારી અને કનકકુમારીને આનંદ પમાડી. રાજાએ કનકકુમારીને સાત ભૂમિકાવાળો એક મહેલ આવે. એના પિતાએ આપેલી સમૃદ્ધિ વીરષ્ટિને ત્યાંથી ગ્રહણ કરી તેણીને જ આપી દીધી. વીરએષિનું તમામ ધન રાજાએ હરી લીધું ને શિક્ષા કરવાને તૈયાર થયેલા રાજાએ રાજકુમારીના આગ્રહથી તેમને છુટા કર્યા. સેમદંતને પણ છુટા કર્યો. વિક્રમચરિત્ર ત્રણ પ્રિયાઓની સાથે ભોગ ભોગવતો પુણ્યનાં ફલ અનુભવવા લાગ્ય: પુત્રના મેળાપથી રાજા અને રાજપત્નીઓના આનંદની તે વાત જ શી ?
પ્રકરણ ર૯ મું.
અવંતી પાર્શ્વનાથ ભલે કે બધી દુનિયા, તમે ના કેપશે બાપુ, અમીમય આંખયારીમાં, અમી નિત્ય રોપો બાપુ?' - અવધુતવેષમાં રહેલા સિદ્ધસેનસૂરિએ, અનેક દેશમાં પરિભ્રમણ કરતાં તપ અને ધ્યાનમાં જ સમયને વ્યતીત કરતાં કરતાં બાર વર્ષ પસાર કર્યા બાર વર્ષને અંતે કઇ મેટા નરપતિને પ્રતિબંધ કરવાનું હોવાથી મિથ્યાત્વના અંધકારમાં ગ્રસિત થયેલા વિકમરાજાને પ્રતિબોધ કરવાને વિચાર કર્યો. મનમાં એ વિચાર દૃઢ કરી એ અવ. ધુત ભ્રમણ કરતા કરતા ઉજજયિન માં આવ્યા. નગરીની બહાર ક્ષપ્રાના રમણીય તટપ્રદેશની સમીપમાં આવેલા મહાકાલના