________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય બાળ નિશ્વાસ નાખતી બેલી, “ભાડ પક્ષીના લેત્સર્ગના પ્રયોગથી તેમને ફરીને દિવ્ય આંખો પ્રાપ્ત થઈ વૈદ્ય બની કંકાવટીમાં આવી તેમણે અંધ રાજકુમારીને પણ ખેતી કરી તેની સાથે પરણ્યા, ત્યાં એક દિવસ સમુદ્ર ઉપર ફરવા ગયેલા, ત્યારે સમુદ્રમાં તણાઈ જતા એક પુરુષને તેમણે બચાવી જીવાડો, એ પુરૂષ તે આ વીરશ્રેણીને પુત્ર ભીમ ! ) - રાજા અને મંત્રીઓ ઉત્સુકતાથી વાત સાંભળતા હતા, ત્યારે ભીમના મનમાં અત્યારે ભયંકર ઉથલ પાથલ થઈ રહી હતી. આ બાળા નકકી પિતાની ખાનાખરાબી કરી નાખશે. શું થશે ?
પિતાના વતન તરફ આવવાને વૈદ્યના સ્વરૂપમાં રહેલા રાજકુમારે પોતાની હકીકત પોતાની પ્રિયાને કહી, ને સાસુસસરા [ રાજારાણી ]ની રજા લઈ પોતાની પ્રિયા કનકકુમારી સાથે અને પેલા મિત્ર બનેલા ભીમ સાથે જવાહિર વિગેરેનાં અનેક વહાણુ ભરીને સમુદ્રમાગે રવાને થયા અનગળ લક્ષ્મી અને રાજકુમારીના રૂપમાં દીવાના બનેલા ભીમે રાજકુમારને છેતરીને સમુદ્રમાં નાખી દીધા » કનકકુમારીએ એક ડચકું ખાધું ને નિધાસ નાખ્યો. રાજા અને પરિવાર દુઃખી દુઃખી થઈ ગયે. રાજાની ઈશારતથી મંત્રીએ વીરછી, ભીમ અને સોમદતને ત્યાંજ પકડાવ્યા.
“સમુદ્રના અથાગ જળમાં પડેલા વૈદ્ય (રાજકુમાર) ને મગર ગળી ગયે. મગર અનુક્રમે દરિયાકાંઠે આવ્યો ત્યાં ધીવરોએ તેને ચીરીને રાજકુંવરને બહાર કાઢી સજીવન કર્યો. રાજકુમાર ત્યાંથી ફરતા ફરતા અનુક્રમે અવંતી આવ્યા. ” કનકકુમારી અટકી ગઈ
“ અવંતીમાં ? કયાં છે ? કયાં છે? ઝટ બેલ!