________________
૨૩૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સમુદ્રના ગંભીર અને ભયકારક મોજાંઓને નિહાળતે, કાનના પડદા ફાડી નાખે તેવી ગનાને સાંભળતભીમ બોલ્યો, “કુમાર ! કુમાર ! આ ચાર મુખવાળે માછલે જે હોય તે? "
ભીમની બુમ સાંભળી રાજકુમાર મત્સ્ય જોવાને આવ્યું. નીચે દૃષ્ટિ કરી જે જોવા જાય છે, તે જ ભીમના એક જોર ભર્યા ધક્કા સાથે સમુદ્રમાં અદૃષ્ય થઈ ગયો. પછી ભીમ બુમ બુમ પાડવા લાગ્યો, “અરે, કેઈ આવે ! રાજકુમારને બચાવે ! ”
બધાય વહાણના માણસે ભેગા થઈ ગયા. પણ એ વિશાળ સમુદ્રને તળિયે ગયેલા રાજકુમારની ખબર લેવા કેણ જાય? હૃદયભેદક રૂદન કરતા ભીમને એ સમજાવી શાંત કર્યો એ ઉપકારને બદલે અપકાર કરનારે ભીમ ખરેખર ભયંકર નીવડ્યો. લોકોને બતાવવાની ખાતર જ જે રૂદન કરતો હોય એના હૈયામાં તે શી લાગણુ હોય ! કનકકુમારી પણ આ વાત સાંભળી મૂચ્છિત થઈ ગઈ. સખીઓએ શીપચારથી એને સજજ કરી ધીરજ આપી, છતાં એના હૈયામાં દાવાનળ સળગી રહ્યો હતે. જીવન એને મન ઝેર સમાન થઈ ગયું હતું. “ અરેરે દેવ ! આ તેં શો ગજબ કર્યો! "
ભીમે દ્રવ્યથી અનેક સેવકને પિતાને સ્વાધીન કર્યા, ને વહાણ આગળ ચાલવા માંડયાં. રાજકુંવરની જગ્યાએ બધાય કારભાર ભીમ કરવા લાગ્યા. કનકકુમારી પાસે આવી દિલાસો આપી તેણુને શાંત કરતાં કહ્યું, “બાળે! તારી દરેક અભિલાષા હું પૂરી કરીશ. તારા પતિના વિજેગે તારા કોડ હે પૂરા કરીશ.
ભીમનાં વિષ જેવાં ભયંકર વચન સાંભળી કનક