________________
૨૩૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય મળશે?” રાજાએ ધડકતે હૈયે પૂછ્યું.
“કુમાર સહિસલામત અને સજજ નેત્રવાળા આપને જરૂર મલશે. ને તેની આપને ત્રણ દિવસમાં ખાતરી થઈ જશે.” એમ કહી દેવ પોતાનાં પોથીષાનાં સમેટી લીધાં. રાજાએ વસ્ત્રાભૂષણ આપી નિમિત્તિયાનો સત્કાર કરી વિદાય કર્યો ને હર્ષમાં આવેલા રાજાએ મંત્રીઓને આદેશ આપે કે, “પટહ વગડાવી ઉદ્દઘષણ કરાવો કે રાજકુમારની જે કઈ ખબર કે તેના આવવાની સમાચાર આપશે તેને રાજા પોતાનું અર્ધરાજ્ય આપશે.” રાજાના હુકમ પ્રમાણે મંત્રીઓએ રાજસેવકને પહશેષણ કરવા સારૂ નગરમાં રવાના કર્યો. સારાય અવંતીમાં એ પહની ઉષણું થવા લાગી, અર્ધરાજ્યની આશાએ રાજકુમારની ભાળ મેળવવા સારૂ નગરીના લેકે ચારે કેર ધડધામ કરવા લાગ્યા; નગરીના લેકમાં આ કામ કરવાની સ્કુતિ આવી ગઈ.
માલણને ત્યાં રહેલા વૈદ્ય નગરીમાં આ ધામધૂમ સાંભળી ભાલણને પૂછયું, “ આજે નગરીમાં શી નવાજુની છે? સજા હમણાં શું કરે છે?
“હમણું હમણાં નગરીમાં બહુ નવાજુની બની ગઇ છે, ને બન્યા કરે છે વિઘણજ! તમારે શી ખબર જાણવી છે? આ પટહુ વાગે છે તે? અમારા રાજકુમાર ગુમ થઈ ગયા છે, તેના આવવાના સમાચાર જે કોઈ રાજાને આપશે તેને અધરાજ્ય મળશે,” માલણને કયાં ખબર હતી કે તેને ત્યાં આવેલે પરેશ વઘ પોતે જ રાજકુમાર હતો. પરદેશીની આટલી બધી ઇંતેજારી જોઇને માલણ છોલી,
તમે નગરીની નવાજુની જાણવાને આતુર છો કઈ? અર્ધરાજ્ય મેળવવું હોય તે રાજકુમારને શોધી કાઢી