________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
માતા, પિતા, સ્ત્રી, પુત્ર, લક્ષ્મી આદિ સક્ત પરિવારને ત્યાગ કરી અમે વીતરાગ થવાને પ્રયત્ન કરી રહ્યા છીએ, એ વમન કરેલા ભેગેને પાછા શું અમે ગ્રહણ કરીએ? એનો ત્યાગ કરી એક મોક્ષને માટે જ અમે ઉદ્યમશીલ છીએ, શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થરમાં, મણિ અને માટીમાં સરખી દષ્ટિવાળો અમે તમારા રાજ્યને તે શું કરીએ ? ”
મહારાજ ! મેં આપને ખુશી થઈને રાજ્ય અર્પણ કર્યું છે. રાજા વિક્રમાદિત્યે પુનઃ પ્રાર્થના કરી કહ્યું.
અરે! ભિક્ષામાં મળેલા અન્નથી નિર્વાહ કરનારા, જીર્ણ વસ્ત્ર ધારણ કરનારા, અને પૃથ્વીની પીઠ ઉપર સંચાર કરનારા અમે તમારા ધયને શું કરીએ?
સૂરિની નિર્લોભતા જેઈ વિક્રમાદિત્ય અધિક પ્રસન્ન થયો; “પ્રભે! મને કાંઈક આજ્ઞા કરે! અને મારે એગ્ય કામ હોય તે મને ફરમાવે !) સર્વરાના ધર્મની પ્રસંશા કરતાં રાજાએ કહ્યું.
“હે રાજન ! ઋારપુરમાં ત્યાંના શ્રાવકના ધર્મ આરાધન માટે એક ભવ્ય જીનાલયની જરૂર છે તે કરાવી આપ !આ પ્રમાણે રાજાને સૂચના કરી સિદ્ધસેન દિવાકરસૂરિ પિતાને સ્થાનકે ચાલ્યા ગયા. રાજાએ ઋારપુરના સુબા તરફ એક લેખ મોકલી સૂચના કરી કે, “ ત્યાંના જૈન શ્રીમાને કહે તે પ્રમાણે તમારે ત્યાં ભવ્ય જિનમંદિર બનાવી આપવું.
- રાજાની આજ્ઞાથી બ્રાહ્મણને વિરોધ હોવા છતાં પણ શિવના મંદિર કરતાં પણ ઉન્નત સુંદર જીનમંદિર તૈયાર થઈ ગયું. યથાસમયે પ્રતિષ્ઠાવિધિ કરીને રૂષભદેવ ભગવાનની પ્રતિમા સ્થાપન કરવામાં આવી. એ જીનમંદિરમાં રૂષભદેવની ભક્તિ કરતા શ્રાવકે ધમકાર્યમાં પોતાને સમય વ્યતીત કરવા લાગ્યા.