________________
પ્રકરણ ૨૧ મું
૧૮૩ એક દિવસ સિદ્ધસેનસૂરિ જીનાલયમાં શ્રી રૂષભદેવ ભગવાનની સ્તુતિ કરી અનેક માણસની સાથે ચૈત્યવંદન કરવા બેઠા. ભગવાનનું ચૈત્યવંદન સંસ્કૃત ભાષામાં કરતાં કરતાં તેઓ અલંકારયુક્ત ભાષામાં ચૈત્યવંદન કરવા લાગ્યા. તે પછી “નમુત્યુ વિગેરે કહી તેમણે ચૈિત્યવંદન કર્યું ખરું, પણ તેમના હૃદયમાં એકાએક એક અભિનવ વિચાર સર્યો. “આ માગધી પ્રાકૃત ભાષામાં રચેલાં સત્રને સંસ્કૃત કર્યો હોય તે ! ”
આવો દઢ વિચાર થયે, પરંતુ પોતાના ગુરૂ વૃદ્ધવાદિસુરિ પ્રતિષ્ઠાનપુરમાં હતા અને તેમની રજા વગર કાંઈ બની શકે નહિ. જેથી સિદ્ધસેનસૂરિ ત્યાંથી વિહાર કરીને પ્રતિષ્ઠાનપુર આવ્યા. ગુરૂને નમી એક દિવસે અવસર મેળવી ગુરૂને પૂછયું; “હે પ્રભે! આ વંદનાદિક સૂત્રે પ્રાકૃત ભાષામાં કોઈ સુંદર શેભાને આપતાં નથી. આપની આજ્ઞા હોય તો હું તે સૂત્રોને પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત ભાષામાં ફેરવી બનાવું!”
દિવાકરસૂરિની આવી વાણી સાંભળી ગુરૂ વૃદ્ધવાદિસૂરિ ચકિત થયા, અને કહ્યું કે “હે મહાભાગ ! ચૌદપૂર્વ આદિ અનેક શાસના પારગામી ગૌતમસ્વામી આદિક ગણધરોએ આ સૂત્રો અ૫ બુદ્ધિવાળા જીવોની સરળતાને માટે પ્રાકૃતમાં રચેલાં છે. સંસ્કૃત ભાષામાં રચવાની તેમની શક્તિ હતી, પરંતુ બાલ, વૃદ્ધ, મંદ અને મૂખે જન હિતને માટે બધા સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં રચ્યા છે; માટે હે સુસંગ! આ વચનથી તેં તેમની આશાતના કરી મહાન પાપ બાંધ્યું છે; જેથી તારે દુર્ગતિમાં જવું પડશે, માટે અહીં જ તેનું પ્રાયશ્ચિત્ત કર ! ) વૃદ્ધવાદિસૂરિની આવી વાણી સાંભળી સિદ્ધસેનસૂરિ સંસારથી ભય પામ્યા છતાં ગુરૂને પગે પડતાં બેલ્યો; “હે ભગવન્! મારી મોટી ભૂલ થઈ ગઈ. કહે!