________________
પ્રકરણ ૨૪ મું
૨૯૭
સમયે રાજાને ગુફાના એક ભાગમાં પથારી કરી સુવાડ, બીજી બાજુએ ભીલડીને સુવાડી; અને ગુફાના દ્વારને મેટી શિલા મુકીને બંધ કરી. તે દ્વાર આગળ સુતે. મધ્ય રાત્રીએ એક ભયંકર વાઘ ગર્જના કરતા જંગલમાંથી ગુફા આગળ ધસી આવ્યો અને પેલા ભીલને પકડી તેની સાથે યુદ્ધ કરીને મારી નાખે.
ભીલની કારમી ચીસોથી ગુફામાં રહેલી ભીલડી જાગી ઉઠી; બે બાકળી રાજા પાસે ધસી આવી બોલી, “અરેનરોત્તમ! બહારની બાજુએ વાઘે આવીને મારા પતિને મારી નાખે લાગે છે. ઝટ બહાર ચાલે, તપાસ કરીએ.
ભીલડીનાં વચન સાંભળી રાજા તૈયાર થઈ ભીલડીની સાથે ગુફાના દ્વાર આગળ આવ્યા. દ્વાર તે બંધ થઈ ગયાં હતાંઆ શિલાને ફક્ત મારો પતિજ ઉપાડી શકે તેમ છે; હવે શું થશે? આપણે બહાર શી રીતે નીકળીશું ? )
ભીલડીને કિલકિલાટ સાંભળી રાજાએ પોતાના જમણું પગના પ્રહારથી એ મજબુત શિલા દુર ફગાવી દીધી, અને બને બહાર નીકળ્યાં. લેહીલુહાણ સ્થિતિમાં મરેલા ભીલને જોઈ ને શેક કરવા લાગ્યાં. પિતાના પતિના મરણ પામવાથી ભીલડી ત્યાં જ મેહથી મુંઝાયેલી મુર્શિત થઈ મરણ પામી,
બન્ને ભીલ ભીલડીના મરણથી રાજા વિક્રમાદિત્ય શેકથી આકુળ વ્યાકુળ થઈ ગયે, “અરે આ શું ? શું દાનનું આ ફળ ? પરોપકાર કરનારની આ દશા ! મારી ઉપર દયા લાવી ભીલે મને જીવાડશે. ખાનપાનથી મારી ભક્તિ કરી મને ગુફામાં સુવાડી તે મારું રક્ષણ કરવા માટે બહાર સુતો તે હંમેશને માટે સૂતજ આ શુભ કાર્યનું ફળ એને આ લેકમાં મથું ! વાહ કુદરત! વાહ દુનિયા.