________________
૨૨૬
વિક્રમચરિત્ર યાને ટિવિજય કનકસેન રાજાની કુંવરીને પરણેલો છું, ને રાજાએ મને શરત પ્રમાણે અધ રાજ્ય આપવાથી તમે બધા આજથી મારી આજ્ઞા તળે આવેલા છો. તો નવા રાજાની પાસે નજરાણું કરી, નમસ્કાર કરી તેની આજ્ઞાને હવે તમે ધારણ કરે ! »
વૈદ્યરાજને આ લેખ દૂતે અર્ધ રાજ્યના દરેક રાજાએને બતાવ્યું. દૂતને રજા આપ્યા પછી દરેક રાજાઓ એકત્ર મળીને વિચાર કરવા લાગ્યા, “ ઉત્તમ ભાગ તેમજ રાજકુળમાં જન્મેલા આપણે આજ સુધી કેઈની આજ્ઞા માની નથી. આ નવા રાજા થયેલા વૈદ્યની અધમતા તે જુઓ ! જેના કુળ કે વંશની તે કેઈને ખબર નથી; રાજાએ ન છુટકે કન્યા આપવાથી તે આપણું ઉપર હકુમત ભેગવવા નીકળે છે તે ! "
રાજાઓએ મંત્રણ કરી એક લેખ લખી આપી એક દૂતને પેલા વૈદ્યરાજ પાસે મોકલે. દૂતે એ લેખ વિદ્યરાજને આ. વિદ્યરાજ એ લેખ વાંચી કોધથી રાતો પીળે થઈ ગયે. દૂતે પણ વચનો દ્વારા સંદેશો પાઠવતાં તેમનાક્રોધમાં વધારે કર્યો.
“અમારા રાજાઓએ મંત્રણા કરી તમને કહેવડાવ્યું છે કે, તમારી આજ્ઞા અમે માનવાને તૈયાર નથી. તમારામાં શક્તિ હોય તે યુદ્ધ કરવાને તૈયાર થાઓ! નહિંતર જે મળ્યું છે તેમાં સંતોષ માને, વિદ્યરાજ ) - ધીરજથી દૂતનાં વચન સાંભળી વૈદ્યરાજે દૂતને રવાના કરી દીધે; દૂતના ગયા પછી ખગ ધારણ કરીને પોતે એકાકી અદશ્ય થઇને નીકળે.
શત્રુરાજાઓના અગ્રેસર ધીરસિંહના દેશમાં આવી, તે એના નગરમાં પઠ; રાત્રીના સમયે અદશ્યપણે એના મહેલમાં પ્રવેશ કરી પલંગ ઉપર સુખે પટેલ અને