________________
૨૨૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તલવારની અણુ એના ગળામાં ઘોંચી. ભયથી કંપતો અને મોતથી ડરતે ધીરસિંહ બે, “હે વિઘરાજ! તમારે શરણે, છું. તમારી આજ્ઞા હું મસ્તકે ચઢાવું છું.”
ધીરસિંહને નમેલ—નમ્ર થયેલ જાણુ વૈદ્યરાજે પિતાના સકંજામાંથી એને મુક્ત કર્યો. “કાલે સવારે તારા પરિવાર સાથે ભેટ લઈ મારા નગરમાં આવીને મારા. ચરણમાં નમ! નહિ તે આ તલવાર તારી ગરદન ઉપર ફરી પડશે.”
વિઘરાજવીરસિંહના જવાબ સાંભળ્યા વગર ત્યાંથી અદશ્ય થઈ ગયે. ધીરસિંહ તે વૈઘની આવી શક્તિથી અજાયબ થઈ ગયા. ત્યાં એકત્ર થયેલા રાજાઓની ખબર લઈને વૈદ્યરાજ પ્રાત:કાળ થતાં તે પોતાના મહેલમાં હાજર થઇ ગ. સવે સેવકેને બેલાવી વૈદ્યરાજે કહ્યું, “અરે ! સેવકે ! આ ચિત્રશાળાને મનોહર રીતે શણગારે; સુંદર ચિત્ર, તેરણું, વજ, પતાકાઓથી રમણીય બનાવે, જ્યાં મારા તાબેદાર રાજાઓ આવીને મારી આગળ ઉપહાર– ભેટો મૂકીને મને નમશે.” વૈદ્યની વાત સાંભળી રાજસેવકે અજબ થયા.
વિઘરાજની આજ્ઞા પાળીને રાજ્યમાંથી તેમજ નગરમાંથી વસ્તુઓ લાવી ચિત્રશાળા તેમજ એ મનોહર મહેલને રાજસેવકે તેમજ વૈઘસેવકે શણગારવા લાગ્યા. કેટલાક સેવકને પાન, તબેલ વસ્ત્ર આદિ ખરીદવાને મોકલ્યા. વૈદ્યરાજની આ ચંચળતા રાજાના સેવકેએ રાજાને કહેવાથી રાજાએ મંત્રીઓને પૂછ્યું, “અરે, આ જમાઈ ગાંડો થયો છે કે શું ? તેની પાસે હાથીઓ નથી. અશ્વો નથી, સન્ય નથી, ચાકર નથી અને કહે છે કે રાજાઓ મને નમવાને આવે છે.”