________________
૨૨૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય. કહે એ બાળાને બચાવી શકાશે? ”
કેમ નહિ ! એ પટહુને સ્પર્શ કરે ! ” વૈદ્ય
વિઘના કહેવાથી શેઠે પટને સ્પર્શ કર્યો. જસેવકેએ તરતજ રાજાને એ વાત નિવેદન કરવાથી રાજાએ તાબડતોબ શેઠને બોલાવ્યા. કે રાજાની પાસે હાજર થઈ અરજ કરી, “કૃપાનાથ! આપ રાજબાળાને પાછાં વાળે ! મારે ઘેર એક પરદેશી વૈઘ આવ્યા છે, તે જરૂર રજબાળાને દેખતાં કરશે! ”
શેઠની વાત સાંભળી રાજા આનંદ પામતો છે, તમને ખાતરી છે કે ? ”
હા! મહારાજ! પણ રાજકુમારી આંખે દેખતાં થાય તો આપ શું આપશે, એમ વદે મારી મારફતે આપને પૂછાવ્યું છે. ”
મારૂં અર્ધ સામ્રાજ્ય? ” રાજાએ કહ્યું. રાજાએ વિદ્યને પોતાની પાસે હાજર કરવા માટે શેઠને તરતજ રવાના કર્યા. પિતે મંત્રીઓ-પરિવાર સાથે પુત્રી પાસે જઈ મહામુશ્કેલીએ તેને સમજાવી પાછી વાળી, રાજા પુત્રીને લઈને રાજમહેલમાં આવ્યું. શેઠ પણ વૈદ્યની સાથે આવી પહેયા ને રાજા પાસે વૈદ્યને હાજર કર્યો. રાજા વૈદ્યની સાથે રાજકુમારી પાસે આવ્યા. એ વઘે રાજકુમારીને જે અનેક પ્રકારે ચિકિત્સા કરી; કારણકે જગતમાં છે આડંબર વગર કાર્ય સિદ્ધ થતું નથી. વઘે રાજકુળને શોભે તેવા અનેક આડંબરપૂર્વક અમૃતવલ્લીના રસમિશ્રિત ગુટિકાનું ચુર્ણ રાજબાળાની આંખમાં ભર્યું. થોડી વારે રાજબાળાને નવી લેચનની જેમ આંખેમાં તેજ પ્રગટ થયું ને દિવસે તારે જોવા લાગી. માતપિતા આદિ પરિવારને