________________
૨૦૬
- વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
દિત્ય મનમાં બહુ રાજી થયો. અશ્વોની પરીક્ષા કરવા માટે રાજા મંત્રીઓ સહિત નગરીની બહાર ઉદ્યાનમાં આવ્યું, એક અશ્વ ઉપર ચડીને રાજાએ અને પડકાર્યો, અશ્વના સ્વભાવને નહિ જાણનાર રાજાને લઇ અશ્વ પુરવેગથી સિંહવાઘ વાળા ભયંકર જંગલમાં રાજાને ખેંચી ગયો. ત્યાં શ્રમિત થયેલ અશ્વ એક વૃક્ષ નીચે આવી સ્થિર થઈ ગયે, રાજા અશ્વ ઉપરથી નીચે ઉતર્યો કે તરત જ અશ્વ મૂર્શિત થઈને જમીન પર પડયા ને એના પ્રાણ ચાલ્યા ગયા. મરેલા અશ્વને જોઈ ચિંતાતુર થયેલા રાજા પોતે પણ આ ભયંકર જંગલમાં ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલ મુચ્છિત થઈ ગયે. ગમે તેવી મુશીબતમાં પણ મનુષ્યને જે પરભવનાં પુણ્ય જાગ્રત હોય તો તે રક્ષણ કરે છે, માટે જ મનુષ્ય પાપકાર્યથી પાછા હઠી ધર્મમાગમાં મનને જોડવું, દુઃખના સમયમાં માત્ર ધર્મ એ એક જ સહાય કરે છે,
એ ઘોડાના પગને અનુસાર એક જંગલી ભીલ ત્યાં આવ્યું, ત્યાં ઘેડે મરણ પામ્યો હતો ને ઘોડેસ્વાર મુર્દામાં પડયો હતો. બેભાન હાલતમાં પડેલા આ નરોત્તમના પુણ્યપ્રભાવથી એના હૈયામાં કરૂણ જાગૃત થઈ. નજીકના સરોવરમાંથી જલ લાવી એ પુરૂષના શરીર ઉપર સીંચન કર્યું; એના મુખમાં થોડું થોડું પાણી નાખવા લાગ્યા. એ ભીલની મહેનતને પરિણામે રાજાને શુદ્ધિ આવી, પોતાના ઉપકારી પુરૂષને જોઈ રાજા ખુશી થયો ને બે , “ અરે ભાઈ! તેં મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તારા જેવા ઉપકારી પુરૂષથી આ જંગલ પણ મંગળમય છે.
રાજાની વાણીથી ખુશી થયે ભીલ રાજાનું સન્માન કરીને પોતાના સ્થાનકે પર્વતની ગુફામાં તેને લઈ ગયે. ખાન પાનથી ભીલે રાજાની ભક્તિ કરી આનંદ પમાડ, રાત્રીના