________________
૨૦૮.
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
પ્રાત:કાળને સમય થતાં વિક્રમાદિત્યને શેાધવા નીકળેલું સૈન્ય ફરતું ફરતું તે સ્થળે આવી પહોંચ્યું. પિતાના રાજાને જોઈ મંત્રીએ ખુશી થયા. રાજા સૈન્યની સાથે પોતાની નગરીમાં ચાલ્યા ગયે, પણ દાનનું પ્રત્યક્ષ ફળ જોયેલું હોવાથી એણે દાન કરવાનું બંધ કરી દીધું. અન્ય જનોને ૫ણું દાન કરવાની મના કરી દીધી. રાજા દાન દેતો બંધ થઈ જવાથી જગતજનોમાં હાહાકાર મચી રહ્યો. દુ:ખી કંગાળ અને અનાથ જને દાન વગર પોકાર કરવા લાગ્યા-તરફડવા લાગ્યા
કેટલાક માસ ચાલ્યા ગયા. તે પછીના એક દિવસે અવંતીનગરીના શ્રીપતિ શેઠને ત્યાં એક પુત્રને જન્મ થ, જન્મ થતાંજ તે પુત્રે પિતાને પોતાની પાસે બેલાવી કહ્યું, “આપણું નગરીના રાજા ઉપર ભયંકર સંકટ આવવાનું છે, તો તે ન આવે તે પહેલાં રાજાને મારી પાસે બોલાવી લાવે !
પુત્રની આ વાણુથી આશ્ચર્ય પામેલા પિતાએ રાજા પાસે જઈને તે વાત કહેવાથી રાજા તરતજ એ તરતના જન્મેલા બાળક પાસે આવ્યું. રાજા વિક્રમાદિત્યને જોઈ એ બાળક સ્પષ્ટ ભાષામાં બે, “હે મહારાજ! મોક્ષના સુખને દેનારા પ્રગટ પ્રભાવવાળા દાનને તમે નિષેધ શા માટે કરો છો ?”
એ દાનનું પ્રત્યક્ષ ફલ જેવાથી !” રાજાએ કહ્યું. ત્યાં એ તમારી ભૂલ છે !
મને ભેજન-અન્નપાનથી તૃપ્ત કરનાર પેલા ભીલને વાઘે ફાડી ખાધો ને ભીલડી એની પછવાડે મરણ પામી. એ નજરે જોયેલી વાતમાં પણ શું ભુલ !?
હા ! તમને ઘી, ગોળ અને કણકથી ભેજને જમા