________________
પ્રકરણ ૨૪ મું
૨૦૯ ડનાર એ ભીલ મરણ પામીને દાનને પ્રભાવથી બત્રીસ કેટી સોનૈયાના સ્વામી આ શ્રીપતિ શેઠને હું પુત્ર થયે.”
બાળકની વાણુ સાંભળી વિક્રમાદિત્ય આશ્ચર્ય પામ્ય, ત્યારે એ ભીલડી મરીને કયાં ઉત્પન્ન થઈ!'
“ભીલડી પણ એ દાનના પ્રભાવથી શુભ ધ્યાનમાં મરણ પામીને આજ નગરમાં દાન્તાક શેઠને ત્યાં પુત્રી પણ ઉત્પન્ન થઇ છે; તે અનુક્રમે મારી જ પત્ની થશે.”
“હે બાળક ! બાળપણમાં તને આ જ્ઞાન કયાંથી? » દેવતાના પ્રભાવથી! ”
બાળકના વચનથી સંતોષ પામેલા રાજાએ બાળકને ઇનામમાં પાંચસે નગર આવ્યાં. તે પહેલાંની માફક રાજાએ દાન દેવાની શરૂઆત કરી. એ દાનમાં પ્રગટ પ્રભાવથી. વિક્રમાદિત્યનાં આવી પડતાં સંકટ પણ દુર થઈ ગયાં.
हौ पुरुषों फरतु धरम् । अथवा द्वाभ्यां धृता पृथ्वी । उपकारे यस्य मति, उपकृत योन भ्रंशयति ।।
ભાવાર્થ –જગતમાં બે પ્રકારના પુરૂષે ધરતીને શોભાવે છે, અથવા તે પૃથ્વી બે પ્રકારના પુરૂ વડે શોભા પામે છે. એક તે જે ઉપકાર કરે છે. સ્વાર્થને ભોગ આપીને બીજાનું ભલું કરે છે, તે અને બીજા કરેલા ઉપકારને જે ભૂલી જતો નથી.
વિક્રમાદિત્ય પોપકારના કાર્યમાં પ્રીતિ ધારણ કરીને છૂટે હાથે દાન કરવા લાગે. દીન કંગાળ અને અનાથેના તારણહાર વિક્રમાદિત્યનું નામ લેકે પ્રાતકાળમાં લેવા લાગ્યા. જેથી પરોપકાર અને પરદુઃખભંજન વિક્રમાદિત્યની કીતિ દેશપરદેશ, રાજદરબારેમાં ભ્રમણ કરવા લાગી. અનેકેના આશીર્વાદને ગ્રહણ કરતે વિક્રમાદિત્ય જગતમાં તે જમાનામાં અદ્વિતીય પુરૂષ ગણવા લાગ્યો. ૧૪