________________
૨૧૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ભલાઈ કરત લગત વિલંબ, વિલંબ બુરાઈ ન પાર, ભુવન ચણાવત દિન લગે, ઢાળત લગે ન વાર.
પ્રકરણ ૨૫ મું.
સુસીબત ભુંડા માણસથી ભાગીએ, ન દઈએ દિલની વાત: કાંતે છેતરી શિર પાડે, કાં ઘરમાં આણે ઘાત.”
સુખમાં સમય જતાં મનુષ્ય જાણતા નથી. વિભાવ ઠકરાઈ અને પ્રિયાને ભોગવિલામાં દીર્ઘકાલ પણ દેવેની માફક મનુષ્યને અલ્પ જેવો થઈ જાય છે. રાજાની શીતલ છાયામાં વિક્રમચરિત્રને સુખમાં કાલવ્યતિત કરતાં દાન્તાક શેઠના પુત્ર સોમદત સાથે મિત્રતા થઈ. અનુક્રમે એ મિત્રતા ગાઢ સ્વરૂપ પકડતી ગઈ. એક દિવસે બન્ને મિત્રો ઘોડેસ્વાર થઇને નગરની બહાર ચાલ્યા જતા હતા. ત્યાં જંગલમાં
એક મોટા તરૂવરની છાયામાં ધમષ સુરિને પોતાના શિવે સાથે જેમાં નીચે ઉતરી બને જણે સુરીશ્વરને વંદન કરી તેમની પાસેથી જીવદયામય ધર્મ સાંભળે. “જીનેશ્વરની દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બે પ્રકારની પૂજા કરવી. દાન, શિયલ, તપ અને ભાવ એ ચારે પ્રકારે આચરીને ધર્મનું આરાધન કરવું. ધર્મ સિવાય આત્મા પિતાનું હિત કરી શકતું નથી. ધર્મ આ ભવમાં અનેક પ્રકારની આપત્તિઓથી રક્ષણ કરીને પરલોકમાં સારી ગતિ આપે છે. સારી રીતે કરેલે ધર્મ એવી રીતે પરંપરાએ મેક્ષને આપનાર થાય છે; માટે અસાર વસ્તુ જે આ કાયા તે થકી ધર્મનું આચરણ કરીને સાર વસ્તુ લઈ લેવી. ધન હોય તે દાન કરીને તેને સફલ કરવું. સત્ય વચન બોલીને વાણુનું ફલ