________________
૨૧૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય નદી અને સરોવર, પર્વત અને ખાઓને જોતા, દુનિયાની વિચિત્ર લીલાને નિહાળતા તેઓ એક અટવીમાં સરેવરની પાસે આવ્યા. ભિન્ન ભિન્ન પ્રકારના બને મિત્રના હૃદયે ભિન્ન હતાં, બન્નેના સ્વભાવ પણ વિધિએ જુદાજ નિર્માણ કર્યા હતા. સરોવરને જોઈ તૃષાતુર થયેલ રાજકુમાર પાણી પીવાને ગયો, તે દરમિયાન દુષ્ટ સોમદત કંઇક વિચાર કરી કાંકરા એકઠા કરી તલાવની પાળે રહેલા એક તરૂવરની નીચે બેઠો. પાણી પીને પાછા ફરતા રાજકુમારને, સોમદતે તે તરૂવરની છાયામાં વિશ્રામ લેવાને બેલા. રાજકુમાર ત્યાં આવી સેમદંતની પાસે બેઠે.
“મિત્ર! રાજકુમાર ! આ કાંકરાથી આપણે કાંઈક રમીએ!” સોમદતની મિત્રતા ઝળકવા માંડી. પિતાની મિત્રતાનું ખરું સ્વરૂપ બતાવવાની તેણે શરૂઆત કરી.
આપણે શું જુગાર રમીએ? બિગ ! ધિગ ! મિત્ર! એ તું શું બોલ્યા ?”
જુગાર ઉપર રાજકુમારને તિરસ્કાર જેઠ સે મહંત
, “આપણે કયાં જુગાર રમી રાજપાટ હોડમાં મુક્યા છે ? આ તો બે ઘડી વખત ગુમાવવાનું સાધન ! ચાલ ! ચાલ ! ” સો સદંતે આગ્રહ ચાલુ રાખ્યું.
“અરે, એ લત એક બૂરી બલા છે. પુણ્યશ્લોક જેવા નળરાજાએ રાજ્ય અને રાણી ગુમાવ્યાં. મહાન પાંડેએ એજ દુષ્ટ લતને આધીન થઈ રાજ ગુમાવ્યું. કુળને મલિન કરનારા એ ઘુતને ધિક હે! ”
નામરજી છતાં સેમદતના આગ્રહથી રાજકુમારે રમ વાની શરૂઆત કરી. થોડીક વાર રમ્યા પછી સેમદાતે શરત કરી, “જે સે કાંકરી હારી જાય તે પિતાનું એક નેત્ર જીતનારને આપે !” એ શરત કરીને રમતાં રાજકુમાર