________________
-
-
-
-
૨૦૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આ સિંહ અને વાઘને તે તમે બળદને સ્થાનકે જોડે છે ને દોરડાને બદલે ભયંકર સર્પોને જે છે, પણ હવે એ તો જંગલમાં જતા રહ્યા તે હવે તમે શી રીતે ખેડશે? ' '
તેથી શું ? ભલેને ગયા. ખેડવાને સમયે પાછા જંગલમાંથી હું પકડી લાવીશ. એ બિચારા રંક પ્રાણીઓ આ મારા નાગચૂડમાંથી કયાં ભાગી જશે ? ”
“ હે ! ત્યારે તે જગતમાં તમારા જેવો બળવાન મેં કઈ જ નથી. તમે તે કઈ અદભુત છે ભાઈ ! ”
છતાંય ભાઈ, મારા કરતાંય હજી બળવાન પડ્યા છે! તેની વાત સાંભળી વિકમ આશ્ચર્ય પામ્યો.
તમારા કરતાંય? |
હા ભાઈ હા! મારે ઘેર મારી સ્ત્રી પાસે જ રાત્રીના સમયે એક વીર પુરૂષ આવે છે, જેના બળથી હું પણ ભય પામી તેને કાંઈ કરી શકતો નથી. એ દુષ્ટ રેજ મારી સ્ત્રી સાથે ખરાબ વર્તન ચલાવે છે; છતાં હું એને મારી શકતા નથી.
તેના વચનથી આશ્ચર્ય પામેલા વિક્રમે કહ્યું, “ ત્યારે તે આજે આપણે બન્ને ગુપ્ત રીતે એનું પરાક્રમ જોઈએ.” રાજાના વચનને ખેડુતે સંમતિ આપી.
છેક સાંજે તેઓ બન્ને જણ ગુપચુપ આવીને ઘરમાં સંતાઈ ગયા. મધ્ય રાત્રીના સમયે ખેડુતની સ્ત્રીને જાર પુરૂષ આવ્યું અને તે સ્ત્રી સાથે પલંગ ઉપર બેસી વાતચીત કરવા લાગ્યો, એ પુરૂષને અસભ્ય રીતે વર્તતે જોઈ બને જણ ક્રોધ પામ્યા અને તેને મારવાને ધસી આવ્યા.એ બનેને જઈ પેલો પુરૂષ, પરાક્રમથી પોતાના ખભાઓને નિહાળતો સ્ત્રી પાસેથી ઉઠશે ને ધસી આવી પોતાના બને મજબુત હાથેથી બનેને ગળામાંથી પકડી ઉંચા કર્યા, અને જેમ કે