________________
પ્રકરણ ૨૪ મું
૨૩. પ્રાતઃકાળના રમણીય સમયમાં એક દિવસ વિક્રમાદિત્ય. પિતાની માતાને નમસ્કાર કરતા બેલ્યો; “માતા ! આજે જગતમાં મારા જેવો કે પરાક્રમી પુરૂષ હશે વારૂ ?” પુત્રનાં વચન સાંભળી માતા વિચારમાં પડી. “ આહ બલ, પરાક્રમ અને અધર્યને મારા પુત્રને ગર્વ થયો કે શું ?”
દીકરા! એમ ન બોલ! પૃથ્વી અનેક રત્નોથી ભરેલી છે, જગતમાં એક એકથી અધિક પરાક્રમી પુરુષે ભરેલા હોય છે. શેરને માથે સવાશેર જરૂર હોય ! ”
જનનીનાં વચન સાંભળી વિકમ મનમાં કંઈક નિશ્ચય કરી માતાની પાસેથી રાજસભામાં આવ્યો. તેજ દિવસે બલનું તારતમ્ય જોવા માત્રને રાજ્ય ભળાવીને રાજા વિક્રમ ગુપચુપ ખડગની સહાય લઈને રાત્રીના સમયે કયાંક ચાલ્યો ગયે, કેઇને કહ્યા વગર નગરીમાંથી અદૃશ્ય થઈ ગયે.
અનેક ગામ નગર જેતે વિકમ એક ગામની સીમમાં આ એક ખેતરમાં એક ખેડતને હળ વડે ખેડતા જોઈ આશ્ચર્ય પામેલો તે ત્યાં સ્થિર થઈ ગયું. તેણે બે બળદની જગાએ ભયંકર વાઘ અને સિંહને જોડેલા હતા, ને જોતરોને સ્થાનકે બબે કાળા ભયંકર નાગેને બાંધેલા હતા. એવી રીતે હળ વડે એણે ઘણું ભુમિ ખેડી નાખી. આ પરાક્રમી ખેડુતને જોઈ તેના બળની તુલના કરતો વિ મ વિચારવા લાગ્યું; “ જગતમાં આના જેવો કઈ પરાક્રમી નરે હશે ખરો ! ) | મધ્યાહુ સમયે ખેડુતે પિતાનું હળ છોડી મુકયું, એ વખતે ભયંકર વાઘ અને સિંહ છુટા થઈ, જંગલમાં ચાલ્યા ગયા, ને પેલા ભયકારી સુપે પણ ગÚતિ કરી ગયા એક તરુવર નીચે બેઠેલા એ ખેડુત પાસે આવીને વિક્રમ બેલ્યો; “અરે ભાઈ! તમે તે બહુ જબરા છે કાંઈ ?