________________
પ્રકરણ ૨૧ મું તમારું હૃદય આપતા નથી.
આ બીજ થી ખુશી થયેલ રાજા, દક્ષિણ દિશા તરફથી મુખ ફેરવીને પશ્ચિમ દિશા તરફ બેઠે. સૂરિ પશ્ચિમ દિશા તરફ રાજાની સન્મુખ આવીને ત્રીજે બ્લેક બેલ્યા. આવા અપૂર્વ શ્લેક સાંભળી રાજસભાના બધા પંડિતો. પણ દીંગ થઈ ગયા.
त्वत्कोतिर्जातजाडव, चतुरम्भोधि मज्जनात् । आतपाय महोनाथ, गता मार्तण्डमण्डलम् ॥
ભાવાર્થ-–હે રાજન ! ચારે દિશામાં ફરી ફરીને થાકી ગયેલી તારી પ્રીતિએ પરિશ્રમને ઉતારતા ચારે દિશાના સમદ્રમાં એવું સ્નાન કર્યું છે કેતેને સ્નાનના પ્રભાવથી શરદી લાગી ગઇ; જેથી હે મહીનાથ ! ગરમી લાવવાને માટે તે સુર્યમંડળમાં ચાલી ગઈ. અર્થાત સમુદ્રમાં સ્નાન કરીને ઉચે સૂર્યમંડળ સુધી પહોંચી ગઈ.
રાજા પશ્ચિમ દિશા તરફથી મુખ ફેરવીને ઉત્તર દિશા તરફ બેઠો. સૂરી ઉત્તર દિશાએ રાજાના સન્મુખે આવીને બોલ્યા.
सरस्वती स्थितावक्त्रे लक्ष्मीः करसरोरुहे । कीर्तिः कि कुपिता राजन्, येन देशान्तरं गता।
ભાવાથી–હે રાજન ! સરસ્વતી તો તમારી જહુવાએ વસી છે, લક્ષ્મી તમારા હસ્તકમલમાં રહે છે, અને કીતિ શું કે પાયમાન થઈ ગઈ છે, કે તે પરદેશમાં ચાલી ગઈ?
ચાર બ્લેક સાંભળીને પ્રસન્ન થયેલા રાજ સિંહાસનથી નીચે ઉતરી સૂરિને નમસ્કાર કરીને બોલ્યા “આ ચારે દિશાનું રાજ હાથી, અશ્વ, રત્ન અને લક્ષ્મી સહિત મેં આપને અર્પણ કર્યું, તો આપ મારી ઉપર કૃપા કરીને આ સામ્રાજ્ય ગ્રહણ કરો ”
રાજાની આવી ભક્તિ જાણ સુરિ બોલ્યા, “મહાનુભાવ!