________________
૧૯૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ભયથી કંપી ગઈ. “રાજબાળા ગુસ્સે થઈ કે શું ? ગુસ્સે થયેલી એ બાળા પોતાના શા હાલ કરશે !” તેનો વિચાર કરતી લક્ષ્મી ભયથી વ્યાકુળ થઈ ગઈ. “કેમ રાજબાળા ! તમને અહીં આવતાં એકાએક આ શું થઈ ગયું ? ”
અરે લક્ષ્મી ! ગમે તેમ કરી આ સુંદર કુમાર સાથે મારાં લગ્ન કરાવી આપ; નહિતર અહીંયાં જ મને આત્મ હત્યા કરવાની જગ્યા આપ!”
રાજકુમારીનાં વચન સાંભળી રાજકુમાર બોલ્યો, “બહેન લક્ષ્મી ! રાજકુમારી કહે છે તેમ ગમે તે તરકીબથી અમારે વિવાહ થાય તેમ કર!”
બનેના આગ્રહથી લક્ષ્મી ચમકી, તેણીએ કાંઈક નિશ્ચય કરી રાજકુમારીને ખાનગી સૂચના કરી. સમય થયેલ હોવાથી લક્ષ્મી, રાજમહેલમાં આવી રાજતનયા સુભદ્રાને રાજમાતાને સોંપી પોતાના આવાસે ચાલી ગઈ
નિશાની શરૂઆત થઈ અને તે સમયે ધર્મધ્વજને વરઘોડે નગરમાં ફરતો ફરતો રાજદ્વારે આવતો હતો. લગ્નના શણગાર પહેરી રાજબાળા સુભદ્રા તૈયાર થઈ રહી હતી. બરાબર તે સમયે રાજબાળાએ સખીને કહ્યું, “હે સખી! રૂપસુંદરી! તું મારી સખી છે! તું મારું એક કામ કરીશ? 9
અરે એ શું બેલી! તું મને પ્રાણથી પ્યારી છે. કહે, તારું શું કામ કરું ?” રૂપસુંદરી જે વામનસ્થલીના રાજાની પુત્રી હતી તેણીએ કહ્યું,
“સખી ! એક કામ કર !” આમતેમ જોતી કે ન જેવાથી રૂપસુંદરીના કાન આગળ પોતાનું ચંદ્રવદન લાવીને તેણીને કહ્યું. “મારી જગાએ તું જ આ વરને પરણી જા ! ” રૂપસુંદરી ચમકી, પણ સમય ન હોવાથી ને આ વર પણ તેણીને પસંદ હોવાથી તરતજ લગ્નનાં કપડાં સુભદ્રાએ એને