________________
૧૯૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય કરે છે તે શું સત્ય છે ? દુનિયામાં શું એવું રૂપ ક્યાંય નહિ હોય ?
એ સુંદર સ્વરૂપવાળી રાજકુમારીની શેભાની તે શી વાત ભાઇ ? એના રૂપનાં તે હું શું વખાણ કરું ?”
હાં ! બહેન ! એક વખત તેને અહીં તેડી લાવ! મને તું એનું રૂપ બતાવ !
અરે ! અરે ! એ શી રીતે બને ? આજ બે ઘડી રાત્રીને સમયે તો એનાં લગ્ન થવાનાં છે. એની જાન પણ આવી ગઈ છે, એવી સ્થિતિમાં એનાથી અહીં આવવાનું તે શી રીતે બને?? લક્ષ્મીવતીએ કુમારને એનું રૂપ જેવાની અભિલાષા છેડવાને કહ્યું.
કઈ પણ ઉપાયે ગમે તેમ કરીને તું એને અહીં તેડી લાવ ?”
રાજકુમારને નિશ્ચય જાણી લક્ષ્મી વિચારમાં પડી ગઈ ઠીક ભાઇ હું પ્રયત્ન કરીશ, મારૂં ચાલશે તો હું એને જરૂર સમજાવી તેડી લાવીશ. »
લક્ષ્મી કંઈક વિચાર કરી પોતાની સખીઓ સાથે રાજમહેલમાં આવી, રાજપત્નીને મળી. “ રાજકુમારી આજ પરણીને શુરડે જાય તે પહેલાં અને એક વાર મળવાને નગરની શેઠાણીએ અધીરી બની ગઇ છે માટે માતા ! એક જ વખત સુભદ્રાબહેનને મારી સાથે મેકલો.” દિવસ અસ્ત થતા પહેલાં હું એને આપની પાસે પહોંચાડીશ, રાજમાતાની આનાકાની છતાં લકમી અતિ આગ્રહ કરીને રાજકુંવરી સુભદ્રા (શુભમતી) ને પિતાની સાથે તેડી લાવી,
રાજબાળા સુભદ્રા, લક્ષ્મીના મહેલમાં આવી, મહેલને જેતી સુભદ્રાને, લક્ષ્મી ઉપર દિવાનખાનામાં રાજકુમાર જ્યાં રાજબાળાની રાહ જોતો બેસી રહ્યો હતો, ત્યાં તેણે