________________
પ્રકરણ ૨૨ મું
૧૯૧
સારી શોધી કાઢી કુમારને પરણાવશું.”
આવી સુંદર કન્યા જાય એ તો આપણું નાશી કહેવાય. અમે બાલાત્કારે પણ કન્યાને ઉપાડી જઈશું.
પરદેશમાં આવીને મહારાજ સાથે કલેશ કરે એ આપણને એગ્ય નથી. યુદ્ધ કરવામાં તો અનેક પુરૂષોને સંહાર છે કે બીજું કાંઈ? છતાંય વિજયને તે સંદેહજ !”
पुष्षरपि न योद्धव्यं, किं पुनर्निशितैः शरैः। युद्धे विजय संदेहः प्रधान पुरुष क्षयः ॥
ભાવાર્થ–પુષ્પ થકી પણુ યુદ્ધ ન કરવું, તો પછી તીર્ણ એવા બાણેથી તો યુદ્ધ ન જ થાય; કારણકે યુદ્ધમાં વિજયને તે સંદેહ છે; જ્યારે ઉત્તમ પુરૂષને ક્ષય તો જરૂર થાય છે.
ભમાત્રની વાત સર્વેએ માન્ય કરી. મહાબલની રજા લઈ ભમાત્ર પોતાના સિન્ય સાથે વલભીપુરથી રવાને થઈ ગયે. અવંતી આવીને વિક્રમાદિત્યને નમી બધી વાત કહી સંભળાવી. વિક્રમાદિત્યે બધી વાત સાંભળી ભમાત્રને બીજી કઈ કન્યાની તપાસ કરવા માટે પુન: રવાના કર્યો.
વિક્રમચરિત્રના આસજોએ વલભીનગરની સવે હકીકત રાજકુમારને નિવેદન કરીને કુમારી સુભદ્રાનાં રૂપ અને ગુણ વર્ણવ્યાં. આજનનાં વચન માત્રથી બાળા સુભદ્રાને જોયા વગર પણ તેણુનામાં લુબ્ધ બનેલા કુમારે આખજનને સંતેષી વિદાય કર્યા,
સાંજના વિક્રમચરિત્રે અશ્વશાળામાં આવી અશ્વના ઉપરીને પૂછવા માંડયુ; “ આપણું અધશાળામાં સારા સારા અધ ક્યા છે? આ બધા કેવી કેવી જાતિના છે ?
કુમારના પ્રશ્નના જવાબમાં અશ્વપાળે દરેક દેશના અ બતાવ્યા; “આ બધા અશ્વો ઉત્તમ જાતિના ને અનુ