________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિષ્ય કહો ! એનું પ્રાયશ્ચિત્ત શું ?» ગદગદિત થયેલા સિદ્ધસેન દિવાકરસૂરી બોલ્યા.
“એનું પ્રાયશ્ચિત્ત મહાન છે. તે તારાથી બનવું અશકય છે. બાર વર્ષ સુધી અવધૂતને વેષ ધારણ કરીને ગુપ્ત વેશે રહી તપ કર. ત્યારપછી એક મેટા રાજાને પ્રતિબધી જૈન ધમ પમાડ! અને જૈન ધર્મને મહિમા આ જગમાં વધે તેમ કર, તો જ આ પાપમાંથી તારે છુટકારે થાય ! અન્યથા એ પાપનાં મહાન અનર્થકારી ફળ તારે પરલેકમાં ભેગવવાં પડશે.” વૃદ્ધવાદિસૂરિની પ્રાયશ્ચિત્તની વાત સિદ્ધસેન દિવાકરઅરિએ તરત જ અંગીકાર કરી.
બીજે જ દિવસે સિદ્ધસેન દિવાકરસૂરિ પિતાને સાધુને વેશ ગેપવી એક અદ્દભુત અવધૂત બની પ્રતિષ્ઠાનપુરથી વિહાર કરી ગયા. વસ્તીમાં શું કે જંગલમાં, એ અવધૂત મહાન તપ કરતા ધ્યાનમાં આરૂઢ થઇને જેમ બને તેમ જનપરિચયથી દૂર રહેવાને પ્રયત્ન કરતા હતા. એક વખતના મહાન સમથ શાસનના ધોરી આજે વનવાસી તપસ્વી જેવા બની ગયા. માણસના હૃદયમાં કઇ વિચાર હોય છે, ત્યારે દૈવ ગમે તેવા સમર્થના વિચારને પણ કેવા અન્યથા કરી નાખે છે ! કુદરતની એ મહાન શક્તિને પાર તે કેણ પામી શકે !
“ભરતામાં ભરતી કરે, દુઃખમાં દે છે દુઃખ; સુખમાં ઝારું સુખ દે, ભૂખમાં કે છે ભૂખ,
પ્રકરણ ૨૨ મું
વલભીપુરમાં તીર લગે ગાળી લગે, લો બરછી કે ઘાવ, નૈનાં કિસીકે મત લગે, જીસકે નહિ ઉપાય.”