________________
૧૮૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શુઓ છે. સુકુમારી, કમલાવતી, કલાવતી આદિ મહાર રમણીઓ જેવી પુત્રવધૂ મેળવવાની અભિલાષા રાખી જાતે દેશદેશાવર ફરીને મેળવવા હું ઇચ્છું છું.”
પુત્રવધૂ મેળવવા માટે નરપતિ જાતે ફરે એવું આપે ક્યાંય સાંભળ્યું છે, કે જાણ્યું છે? ન ભૂતો ન ભવિષ્યતિ અનેક માણસે હુકમના તાબેદાર છતાં આપે જાતે જવાની કાંઈ જરૂર નથી.”
ત્યારે રાજસેવકને મેલી અનેક રજવાડાઓમાં તપાસ કરાવો. બ્રાહ્મણને એકલો દેશપરદેશમાં શેધ કરાવો.”
રાજા વિક્રમાદિત્યની અનુજ્ઞા મેળવી મંત્રીશ્વરે અનેક રાજસેવક અને પુરાણીઓને દેશપરદેશ ચારે દિશાએ યોગ્ય કન્યાની તપાસ કરવાને મોકલ્યા. તેઓ ચારે દિશાએ અનેક રાજકુળમાં ફર્યા પણ વિક્રમચરિત્રને લાયક કન્યા નહિ મળવાથી અવંતીમાં આવી રાજાની આજ્ઞા પાડી હવાલે કરી.
સાહસિક રાજા હિંમત ન હારતાં પોતાની જાતે જવાને તૈયાર થયો. તેને અટકાવીને ભકમાત્ર, રાજાને સમજાવી તેમની રજા મેળવી, સૈન્યની સાથે નગરીમાંથી શુભ મુહૂર્ત નીકળી, નગરી બહાર પ્રસ્થાન કર્યું,
દેશપરદેશ પરિભ્રમણ કરતા અલ્પ પરિવારવાળા ભમાગે અવંતી તરફ આવતાં રસ્તામાં પડેલા સૈન્યને જોઈ એક માણસે પૂછ્યું; “અરે ભાઈ! આ સિન્ય કેવું છે?” - “તમે પરદેશી જેવા જણાવે છે તેથી આવી પ્રસિદ્ધ વાત પણ તમે જાણતા નથી. આ સૈન્ય તો રાજા વિક્રમાદિત્યના મહાઅમાત્ય ભટ્ટમાત્રનું છે.)
પ્રધાનનું પિતાનું આ સૈન્ય છે, ત્યારે રાજાનું સૈન્ય