________________
પ્રકરણ ૨૦ મું
૧૭૫ બેઠી. સાસુએ-વૃદ્ધાએ અગ્નિ મુકી, એ ચિતાને સળગાવી મુકી. એ ચિતાની સાથે વીરમતી પણ હંમેશને માટે બાળીને ખાખ થઈ ગઈ. એ દુષ્ટા વજૂનું કાસળ કાઢી વૃદ્ધા નિરાંતે પિતાને ઘેર આવીને સૂઈ ગઈ.
બીજા દિવસને સૂર્યોદય થતાં વીરશ્રેષ્ઠી ઘરની બહાર આવી પ્રિયાના આગમનની રાહ જોવા લાગ્યો, “પ્રિયા આવો ને સાથે ઘણું ધન લાવશે.” એવા મધુર સુખસ્વપ્નમાં વિહાર કરતા ત્રિને જોઈ વૃદ્ધા મનમાં હસતી બોલી,
“દીકરા! આમતેમ જોતો તું કોની રાહ જુએ છે ?” કેમ! તમારી પુત્રવધુની વળી! ”
મરેલા માણસે કયારેય પાછાં આવેલાં સાંભળ્યાં છે, દીકરા?” ઠંડે કલેજે મા બેલી.
કેમ એમ બોલે છે. માતા? તું મરેલી પાછી આવી કે નહિ, તે. પછી એ કેમ નહિ આવે? જરૂર આવશે.”
કદી નાંહે આવે!” એમ કહી વૃદ્ધાએ પોતાની સર્વ સત્ય હકીકત કહી સંભળાવી, અને કહ્યું કે, “દીકરા ! એ દુષ્ટ વીરમતીને શેક કરીશ નહિ. આદ્રશ્યથી હું તને એનાથી પણ સારી કન્યા પરણાવીશ.”
વૃદ્ધાનાં વચન સાંભળી વીર ચકિત થયો. “તારી ઉપર ઈર્ચા કરી તારે નાશ કરવા જતાં એને પિતાને જ નાશ થઈ ગયે. પારકા ઉપર ઈર્ષ્યા કરવી એજ ખોટું છે. બીજાનું બગાડવા જતાં પોતાનું તો જરૂર બગડે છે.”
થોડા દિવસમાં વૃદ્ધાએ કઈ સારા ઘરની કન્યા જોઈ પિતાના દિકરાને પેલું ધન ખર્ચાને પરણાવી દીધો. વીરઠી પણ તે નવી પ્રિયાને મેળવી સુખી થય ને પેલી વૃદ્ધા નવી વહની સેવાચાકરીથી સંતોષ પામતી સુખે સુખે ધર્મધ્યાન કરવા લાગી. ખાડે છે તે જ પડે! ભમાત્રની