________________
પ્રકરણ ૨૧ મું દેશપરદેશમાં વિક્રમાદિત્યની કીર્તિ સાંભળી દૂર દૂરથી ભિન્ન ભિન્ન સ્વભાવના કે વિકમના દરબારમાં આવવા લાગ્યા, તેઓ રાજા પાસેથી પોતાનું મનવાંછિત ઈનામ મેળવી આનંદ પામતા પાછા ફરતા હતા. . એક દિવસ રાજા ભટ્ટ માત્ર સાથે હાથી ઉપર બેસી બહાર ઉદ્યાનમાં ફરવા જતા હતા. પ્રાત:કાળને ખુશનુમા સમય હતે. મંદમંદ વાયુની શીતલ લહેરીઓના અનુપમ સ્વાદને ચાખતે રાજા ભમાત્ર સાથે હાથીને ખેલાવતો ક્ષપ્રાના તટના રમણીય પ્રદેશ તરફ આવ્યો; “ મહારાજ ! અવંતીનાથ ! આપ આમને જાણે છે ?” એક મહાન પગીનાં દર્શન થતાં ભટ્ટમાળે રાજાને પૂછ્યું,
કે એ ? કોઈ પ્રતિભાશાળી સાધુ છે, ખરું કે નહિ? રાજા વિકમાદિત્ય એ શ્રેષ્ઠ સાધુ તરફદષ્ટિ કરતાં કહ્યું,
“એથીય વધારે કૃપાનાથ? ભટ્ટમા રાજાની સુકતામાં વધારે કરી કહ્યું.
તમે વધું શું જાણે છે ? તે મને કહે.”
સ્વામિન ! આજના સમયના એ સર્વજ્ઞ છે. અને પિતાને સર્વજ્ઞપુત્ર તરીકે ઓળખાવે છે.”
પ્રધાનની આવી વાણી સાંભળી સજા ચમકે. અને કહ્યું કે જો એમ હોય તો આપણે તેની પરીક્ષા કરીએ,
બન્ને જણાએ ગાજરાજ પર બેઠેલા, જ્યાં એ સર્વપુત્ર સિદ્ધસેનદિવાકરસૂરિ પિતાના શિષ્ય સાથે એક વૃક્ષ નીચે ઉભા હતા ત્યાં થઈને નીકળ્યા. તેમની પાસે આવેલા રાજાએ હાથીને ધીમા પાડતાં મન વડે સૂરિને નમસ્કાર કર્યો
૧૨