________________
૧૭૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
સૂરિએ તરત જ પોતાને હાથ ઊંચો કરી રાજાને ધર્મલાભ આપે. સૂરિના ધર્મલાભથી રાજા ચકિત થઈને બે; “આપે મને ધર્મલાભ આપે ! શા માટે! રસ્તે જતા એવા મને આપે ધમલાભ આપે ? મેં તમને વંદના તે કરી નથી. વંદના કર્યા વગર જતા આવતા ગમે તેને ધર્મલાભ આપી શકાય છે શું?
“રાજન ! વંદના કરનારને જ ધર્મલાભ અપાય છે. તમે મને વાંઘા તેથી જ તમને ધર્મનો લાભ થાઓ એમ કહ્યું, જે કે તમે અમને કાયાથી તે વંદના કરી નથી, છતાં મનથી વંદના કરનારને પણ ધર્મલાભ અપાય છે !”
સૂરિશ્વરનાં વચન સાંભળી રાજા વિક્રમાદિત્ય ખુશ થયા છતો, હાથી ઉપરથી નીચે ઉતરી તેણે પ્રધાનની સાથે સૂરિને વંદના કરી, અને સર્વજ્ઞપણના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ કેટી સુવર્ણ અમાત્ય પાસે મંગાવીને ગુરૂને અર્પણ કર્યું,
અરે! આ તમારા સુવણુને હું શું કરું ? કંચન અને કથિર, કામિની અને પાષાણુ, સંસાર અને મેક્ષમાં સમદૃષ્ટિથી જેનાર હું તમારા ધનને તે શું કરું, રાજન ?”
ગુરૂ, આપને મેં દાન કરેલું હોવાથી હવે મારાથી તે લઈ શકાય નહિ. પાછું લઈને હું એને શું કરું ?”
રાજન ! મારાથી તે એને સ્પર્શ પણ થઈ શકે નહિ, છતાં તમારે આગ્રહ છે તે એક રસ્તો બતાવું.”
ખુશીથી કહે રાજાએ કહ્યું.
“ અવંતીના આગેવાન શ્રાવકોને બોલાવી આ ધન તેમને આપી જીર્ણોદ્ધારમાં ખર્ચાવો !” એમ કહી ગુરૂ સિદ્ધસેનસૂરિ નગરમાં પોતાને સ્થાનકે ચાલ્યા ગયા. રાજાએ શ્રાવકેને બોલાવી એ બધી રકમ છતારના કાર્યમાં