________________
વિક્રમચારિત્ર યાને કૌટિલ્યવિજય વાત સાંભળી સભા ચકિત થઈ ગઈ.
“ જેવું અવરનું, તેવું પોતાનેં થાય, માને ના તે કરી જુએ, જેથી અનુભવ થાય.
પ્રકરણ ૨૧ મું
સિદ્ધસેન દિવાકરસૂરિ दानं भोगो नाशस्तिस्रो गतयो भवंतिवित्तस्य । यो न ददाति भुंक्त ते, तस्य तृतीया गति भवति ॥
ભાવાર્થ –આ દુનિયામાં લક્ષ્મીની ત્રણ ગતિ છે. દાન દેવું, પોતે જાતે ભેગવવી એટલે પોતાની સુખસગવડ માટે વાપરવી અને ત્રીજી નાશ થઈ જવું. જે પુરૂષ લક્ષ્મીને મેળવીને નથી તો દાન કરતે, નથી તે પોતાના સુખને માટે વાપરતે, તે પછી એ કૃપણની એકઠી કરેલી લક્ષ્મીને નાશ તે નક્કી જ છે.
એ સુવર્ણ પુરૂષના પ્રતાપથી રાજા વિક્રમાદિત્યે લેકેનાં દુ:ખદારિયા દૂર કરવા માંડયાં, તે કેળની યાચના નિષ્ફળ કરતા નહિ. યાચક લાકે રાજા પાસેથી પોતપોતાનું મનવાંછિત મેળવી સુખી થયા, ને પ્રાય: જગતમાં કોઈ દુઃખી રહ્યું નહિ. રાજા પાસે આવેલે નિરાશ થઈને પાછા જતો નહિ. સૌ પોતપોતાના ભાગ્ય પ્રમાણે મેળવી મનમાં સંતોષ પામવા લાગ્યા. પંડિતે વિદ્વાને રાજદરબારમાં આવી નવીન કાવ્ય બનાવી રાજાને આશીર્વાદ દેતા તેની તિ કરવા લાગ્યા. રાજા તેમનાં કાવ્ય પ્રમાણે કવિઓની પણ અભિલાષા પૂરવા લાગ્યા. પંડિતે તેની કિતિને દેશાવરમાં ખેંચી ગયા, ભાટચાર વિક્રમાદિત્યના દાનથી સન્માન પામેલા મેમેટા રાજદરમાં જઈ તેની કીર્તિ ગાવા લાગ્યા.