________________
૧૭ર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તે દિવસે સાસુએ વીરમતીને કહ્યું, “હે વધુ! આજે પર્વ હેવાથી દુકાનેથી ઘઉં, ગોળ, કાષ્ટ વિગેરે લઈ આવ, કે જેથી લાડુ બનાવી આપણે પર્વને ઉજવીએ.”
સાસુનાં વચન સાંભળો વીરમતી દુકાને આવીને પિતાના પતિને ગદગદ કંઠે કહેવા લાગી, “ઘડપણ અને રોગથી પીડાતી તમારી માતા કાષ્ટ ભક્ષણને ઇચછે છે.” પત્નીની વાત સાંભળી દુ:ખીત થયેલે વીરશ્રેણી ઘેર આવ્યું.
માતા ! શું તું કાષ્ઠ ભક્ષણને ઇરછે છે! શા માટે જીવતી બળી મરવાને ઇચછે છે! તારા વગર અમારૂં શું થશે?” પુત્રનાં વચન સાંભળી ચકિત થતી માતા મનમાં વિચારવા લાગી. “આ બધો વહુને જ પ્રતાપ છે. મેં શું મંગાવ્યું ત્યારે વહુએ શું બાફયું? તે તો મારૂં જ કાટલું કાઢવા માગે છે શું ? કઈક દિવસ એ મને મારી નાખશે. એના કરતાં અત્યારે જ અવસર સાચવવા દે. પછી જે થવાનું હશે તે થશે.”
“હા પુત્ર! આ દુઃખથી હું કંટાળી ગઈ છું. આમ હું મરવાની તો છું જ; રીબાઈ રીબાઇને મરવું એના કરતાં એકદમ મરવું કે જેથી મારે દુ:ખ ભેગવવું ન પડે.” ડોસી વિચાર કરીને બેલી.
માતાના આગ્રહને વશ થઇને નદીકાંઠા ઉપર દૂર જંગલમાં પતિ પત્નીએ ચિતા રચવા માટે કાષ્ઠ સગાં કર્યા; ને કાષ્ટની ચિતા તૈયાર કરી. રાત્રી સમયે વીણી પોતાની પત્ની સાથે માતાને લઈને હાથમાં અગ્નિ ગ્રહણ કરી નદીના તટ ઉપર આવ્યો, માતાએ ચિતાને જોઈ ભગવાનનું સ્મરણ કરી તેને પ્રદક્ષિણા ફરવા માંડી, અને ભગવાનનું નામ લઇ ચિતામાં બેઠી. તે અવસરે પોતાની સાથે લાવેલ અગ્નિ કરી જવાથી વીરશ્રેષ્ઠી પોતાની પ્રિયાને ત્યાં બેસાડી