________________
પ્રકરણ ૧૩ મું
૧૧૧ “અરરે! એ શું છે ? હજી બચપણ તે તારું પુરૂં થયું નથી, ત્યાં વળી બળીઆ સાથે બાથ ભીડવા
ક્યાં જાય છે? તારા પિતા બહુ બળવાન છે, તેમાંય રાજ સમૃદ્ધિ ને દેવતાની સહાય પામીને તો તે ઇંદ્રને પણ દુજય છે. એમની સાથે તું સરસાઈ શી રીતે કરી શકીશ!
માતાનાં ભીરૂ વચન સાંભળી એ બહાદુર બાળક હયે, “માતા ! હાથીઓના કુંભથળ તેડવાની તાકાત ધરાવતા સિંહના બચ્ચાને પણ સિંહણ પંપાળતી સોગ્ય દષ્ટિથી જુએ છે, એની નજર આગળ નિર્દોષ અને જીરૂ જણાતું એ જ બચ્યું હાથીઓના કુંભસ્થળ તેરે છે. મા, ગભરાઈશ નહિ ! હું પણ એ વીર પિતાને પુત્ર છું; તેમજ એના કરતાં સવાયો છું.'
“હશે ! પણ તું હજી બચું છે દીકરા, માટે થા! પછી આપણે બન્ને સાથે અવંતી જઈશું. તારા પિતાને મળીશું.” માતાએ દિલાસો આપતાં કહ્યું,
“ ના માતા, મારા પિતા એવી રીતે તે તને કે મને મળશે નહિ અને સાંભળશે પણ નહિ, પિતાને વીર કહેવડાલતા એ પિતા એવી રીતે લાજી મરશે. માતાજી! એમને ઓળખાવવા માટે તે મારે કાંઇક પરાક્રમ કરવું પડશે. *
“કદાચ એ પ્રસંગ આવે તે તું એમનો જ પુત્ર છે. તને એગ્ય લાગે તે કરજે.”
તેથી જ મને અત્યારે જવાની રજા આપ! તું ના કહીશ તે હું અહીંથી ગુપચુપ જતો રહીશ; માટે ભલી થઇને રજા આપ! પિતાને વીર કહેવડાવતા એ અભિમાની પિતાના માનનું મન કરવાની મને રજા આપ !''
પુત્રની પિતા પાસે જવાની ઉત્કટ ઈચ્છા જોઈ સુકુમારી ચમકી. “અરે પતિ ગયા ને પુત્ર પણ જાય તે પછી