________________
૧૩૬
વિક્રમ ચરિત્ર યાને કૌટિલ્ય વિજય ત્રાસમાંથી બચાવશે. * અતિસાગર મંત્રીએ વેશ્યાઓની પ્રશંસા કરતાં કહ્યું,
રાજાની આગળ પ્રતિજ્ઞા કરી વેશ્યાઓ પોતાના સ્થાનકે ચાલી ગઈ, અદ્ભુત ચારની ચતુરાઈ જાણવા છતાં વેશ્યા
એ સાહસ કરી ચેરને પકડવાની પ્રતિજ્ઞા કરવાથી રાજા વિગેરે બધા ખુશી થયા; કારણ કે જગતમાં પોતાનું ઇચ્છિત કાર્ય સિદ્ધ થયે છતે ચંદ્રને જોઈને સમુદ્રની માફક મનુષ્ય ખુશી નથી થતા શું ? કુટિલતાનું મંદિર એવી ગુણિ કાઓ પોતાને ઘેર આવતા મનુષ્યમાં તેને ચોર બનાવીને રાજા આગળ હાજર કરશે ? ત્યારે તો નકી કેઈકનું ભાગ્ય કુટી જ જશે.
દરરોજ ગુણિકાઓ એકઠી મળીને વિચાર કરતી કે કેવી રીતે ચોરને પકડે; તેની મનમાં અનેક યોજનાઓ પણ ઘડતી હતી. આખા નગરમાં આ ચાર ગુણિકાઓની વાત ફેલાઈ હોવાથી લેકોએ તેમને ત્યાં આઠ દિવસ સુધી જવાનું પણ બંધ કરી દીધું. “રખેને એ પાપિણી પોતાને પકાવી દે!”
દિવસ ઉપર દિવસ જતાં ચોર પકડાયો નહિ. ચોરને પકડવાને આજે આઠમો દિવસ હતે છતાં ચોર હાથમાં ન આવવાથી ગુણિકા મનમાં વ્યાકુળ બની ગઈ હતી.
કાલી પાસેથી આ સર્વે હકીકત જાણ આજે આઠમે દિવસ હોવાથી સર્વહર ચોર કાલીના મકાનમાંથી મનમાં ગુણિકાઓની ગાડભાંગ કરતે નીકળે. ઉતાવળે નજીકના ગામમાં જઈને વીશ ગુણી ખરીદ કરી તેમાં છાણ, રેતી, કાંકર, પથરા વિગેરે ભરી સી બરાબર બંધ કરી દીધી. ત્યાંથી અવંતી લાવવા માટે ભાડું નક્કી કરી રાત્રીને સમયે પિઠીયાઓ ઉપર ગુણ લાદીને અવંતીના બજારમાં ફરી, રાજમાર્ગ પર થઈને પેલી મુખ્ય નાયિકાઓના મકાન આગળ